રેસીપી અહીં વાંચો...
વરિયાળી જૅમ
સામગ્રી: ૧૫૦ ગ્રામ લખનવી કાચી વરિયાળી, ૨૦૦ ગ્રામ સાકર, બેથી ત્રણ તજના મીડિયમ સાઇઝના ટુકડા, અડધી ચમચી એલચી પાઉડર, બે ટેબલ-સ્પૂન લીંબુનો રસ, ફૂડ કલર, જરૂર મુજબ પાણી
બનાવવાની રીત: સૌપ્રથમ વરિયાળી (અને જીરું જો ઉમેરવું હોય તો) ૪-૫ કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલાળેલી વરિયાળીને મિક્સરમાં પીસીને ફાઇન પેસ્ટ તૈયાર કરો. હવે કડાઈમાં સાકર અને એટલું પાણી ઉમેરો જેથી સાકર ડૂબી જાય. એને મીડિયમ ગૅસ પર ગરમ કરો. ચાસણી બનાવતી વખતે એમાં તજના ટુકડા ઉમેરો અને સતત હલાવતા રહો. ચાસણી તારની બને ત્યારે એમાં તૈયાર કરેલી વરિયાળીની પેસ્ટ ઉમેરો. હવે સતત હલાવતા રહો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહીં. મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યારે એમાં એલચી પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. જો ફૂડ-કલર વાપરવો હો તો એ પણ એ જ સયમે ઉમેરી દેવો.
પાંચેક મિનિટ સુધી હલાવીને ગૅસ બંધ કરો. થોડું ઠંડું થાય પછી એને કડાઈમાંથી કાઢીને બાઉલમાં સર્વ કરો.
સ્ટોરેજ: આ જૅમને ફ્રિજમાં અથવા રૂમ-ટેમ્પરેચર પર રાખી શકાય છે. એ ૭-૮ દિવસ સુધી સારો રહે છે.
