Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ક્રોસોંની અહીં એક-બે નહીં પણ ૩૦ વરાઇટી મળે છે

ક્રોસોંની અહીં એક-બે નહીં પણ ૩૦ વરાઇટી મળે છે

Published : 07 March, 2026 04:39 PM | IST | Mumbai
Darshini Vashi

બાંદરામાં આવેલી ‘હાઉસ ઑફ ક્રોસોં’ કૅફેમાં તમને અલગ-અલગ વરાઇટીનાં જ નહીં પણ અલગ શેપ અને ફીલિંગ સાથેનાં ક્રોસોં મળશે

ક્રોસોંની અહીં એક-બે નહીં પણ ૩૦ વરાઇટી મળે છે

ક્રોસોંની અહીં એક-બે નહીં પણ ૩૦ વરાઇટી મળે છે


વૉર્મ, ફ્લેકી અને બટરી અહીંનાં ક્રોસોંની વ્યાખ્યા છે. માત્ર ને માત્ર ક્રોસોં પર જ આખેઆખી કૅફે ખોલી નાખવી કંઈ સરળ નથી. આ કૅફે શરૂ થયાને બે મહિના થયા છે છતાં આ કૅફેના વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. એનું કારણ છે અહીં મળતાં ક્રોસોંની વરાઇટી. લગભગ ૩૦ જેટલી વરાઇટીના ક્રોસોં અહીં મળે છે. એ પણ અલગ-અલગ શેપમાં. નૉર્મલી ક્રોસોંને તમે એક જ શેપમાં જોયાં હશે, પરંતુ અહીં એ અલગ શેપમાં જ નહીં પરંતુ અલગ-અલગ ટૉપિંગ સાથે પણ મળે છે.

હાઉસ ઑફ ક્રોસોં કૅફેનાં ઓનર યેશા શેટ્ટી કહે છે, ‘નૉર્મલી લોકો જ્યાં જાય છે ત્યાંથી તેઓ યાદગીરીના ભાગરૂપે મૅગ્નેટ લઈ આવે છે પરંતુ હું ફ્લેવર લઈને આવી છું. હું અનેક દેશોમાં ફરી છું જ્યાં જઈને મેં અનેક ફ્લેવર ચાખી છે. અલગ-અલગ જગ્યાની અલગ-અલગ ફ્લેવર્સે મને મંત્રમુગ્ધ કરી હતી. મારે કંઈક કરવું હતું. આ કૅફે એનું જ પરિણામ છે. મેં એટલીબધી અલગ-અલગ વરાઇટીનાં ક્રોસોં રજૂ કર્યાં છે જે અહીં ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળી શકે છે.’



ક્રોસોંની વરાઇટીની વાત કરીએ તો રાસબેરી બો ટાઇ જે બો ટાઇના શેપમાં આવે છે એમાં રાસબેરી જૅમ અને મૂઝ હોય છે અને એનો લાઇટ રેડિશ કલર એને વધુ ઍટ્રૅક્ટિવ બનાવે છે. સીસલીન ક્રોસોં, માચા રાસબેરી ક્રોસોં, હૅમ ચીઝ ક્રોસોં, કાયા ક્રોસોં જેની અંદર કોકોનટ જૅમ પાથરવામાં આવે છે. આ સિવાય અહીં અલગ-અલગ કૉફી અને સૉફટ ડ્રિન્ક પણ મળે છે.’


ક્યાં મળશે? : ધ હાઉસ ઑફ ક્રોસોં કૅફે, ચૅપલ રોડ, સૈયદવાડી, બાંદરા (વેસ્ટ)


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 04:39 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK