૨૦ મિનિટ પછી તેલવાળો હાથ કરીને લોટ મસળી લેવો. પછી એક મોટો લૂવો લેવો અને પાટલા પર થોડો જાડો વણી લેવો. પછી એની પાતળી પટ્ટી કાપી લેવી અને ગરમ તેલમાં તળી લેવી.
મુંગદાલ ચિપ્સ (મગની દાળની ચિપ્સ)
સામગ્રી : પીળી મગની દાળ ૧ કપ, ઘઉંનો લોટ અડધો કપ, ૧ ટીસ્પૂન જીરું, ૧ ટીસ્પૂન ચિલી ફ્લેક્સ, ૧ ટીસ્પૂન આમચૂર પાઉડર, ૧ ટીસ્પૂન કલોંજીનાં બી, અડધી ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન અજમો, ચપટી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ૩ ટેબલસ્પૂન તેલ.
રીત : પીળી મગની દાળ ધોઈને ચાર કલાક પલાળી દેવી. પછી કુકરમાં પીળી દાળ નાખીને ૧ કપ પાણી નાખીને ૨ સીટી મારી બાફી લેવી. બાફેલી દાળ એક બાઉલમાં નાખવી. એમાં ઘઉંનો લોટ, જીરું, કલોંજી, ચિલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, હળદર, અજમો, હિંગ અને મીઠું નાખવાં. પછી તેલ નાખીને સૉફ્ટ લોટ બાંધવો. પાણી જરૂર હોય તો જ નાખવું. લોટને ૧૫-૨૦ મિનિટ માટે એક બાજુ રાખવો. ૨૦ મિનિટ પછી તેલવાળો હાથ કરીને લોટ મસળી લેવો. પછી એક મોટો લૂવો લેવો અને પાટલા પર થોડો જાડો વણી લેવો. પછી એની પાતળી પટ્ટી કાપી લેવી અને ગરમ તેલમાં તળી લેવી.


