જો લાકડાનું ફર્નિચર ડાર્ક બ્રાઉન કલરનું હોય તો કૉફી ગ્રાઉન્ડ્સના પાઉડરને ગરમ પાણીમાં મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો અને આ પેસ્ટને રૂના પૂમડાની મદદથી સ્ક્રૅચ પર લગાવીને સુકાવા દો. આમ કરવાથી પણ સ્ક્રૅચ છુપાઈ જાય છે.
લાકડાના ફર્નિચર પર આવેલા સ્ક્રૅચને કેવી રીતે દૂર કરવા?
લાકડાના સ્ક્રૅચ પર અખરોટ લઈને ઘસવામાં આવે તો લાકડાની ગરમી અખરોટમાં રહેલું તેલ સારી રીતે શોષી લે છે. અખરોટમાં રહેલું કુદરતી તેલ લાકડાના રંગ અને ચમક સાથે ભળી જાય છે. એ તેલ સ્ક્રૅચને ભરી દે છે અને સ્ક્રૅચ દૂર થાય છે.
જો લાકડાનું ફર્નિચર ડાર્ક બ્રાઉન કલરનું હોય તો કૉફી ગ્રાઉન્ડ્સના પાઉડરને ગરમ પાણીમાં મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો અને આ પેસ્ટને રૂના પૂમડાની મદદથી સ્ક્રૅચ પર લગાવીને સુકાવા દો. આમ કરવાથી પણ સ્ક્રૅચ છુપાઈ જાય છે.
ADVERTISEMENT
સ્ક્રૅચની સાથે જો સફેદ ડાઘ પણ થયા હોય તો એના પર થોડું મેયોનીઝ લગાવો અને આખી રાત રહેવા દઈને સ્વચ્છ કપડાથી લૂછી લો. મેયોનીઝમાં રહેલી ચરબી અને પ્રોટીન લાકડામાં જામી ગયેલા ભેજને ધીમે-ધીમે શોષે છે અને સફેદ ડાઘની સાથે સ્ક્રૅચને પણ દૂર કરવામાં મદદ કરે છે.
વેસલિન એટલે કે પેટ્રોલિયમ જેલી લગાવવાથી પણ સ્ક્રૅચ ભરાઈ જાય છે. હળવા સ્ક્રૅચ હોય તો આ નુસખો કામમાં આવશે.