મલાડમાં આદર્શનગર વિસ્તારમાં જૈન બર્ગર સહિત અનેક નવી વરાઇટીની સૅન્ડવિચ મળે છે
રૉયલ મન્ચ, આદર્શ ડેરીની સામે, આદર્શનગર, મલાડ (વેસ્ટ)
વિદેશી વડાપાંઉ એટલે કે બર્ગર આજની જનરેશનની માનીતી ફૂડ આઇટમ છે. એટલે હવે એમાં જાતજાતની વરાઇટી પણ આવવા લાગી છે. નૉર્મલી બર્ગર વેજ-નૉનવૅજ એમ બે રૂપમાં મળતાં હોય છે. ખૂબ જ ઓછી જગ્યા છે જ્યાં બર્ગર જૈન પણ મળે છે. એમાંની એક જગ્યા મલાડ-વેસ્ટમાં છે.
ADVERTISEMENT
જૈન બર્ગર
મલાડ-વેસ્ટમાં આદર્શનગરમાં આવેલા રૉયલ મન્ચમાં જૈન બર્ગર મળે છે અને એ એની ખાસિયત પણ છે. આદર્શમાં મહત્તમ વસ્તી ગુજરાતી અને જૈન સમુદાયની છે એટલે સ્વાભાવિક રીતે અહીં લોકો ખેંચાઈ જ આવે છે. હવે રૉયલ મન્ચની વાત કરીએ તો આ સાહસ વિશાલ જગડ નામના ગુજરાતીએ થોડા સમય પહેલાં જ શરૂ કર્યું હતું. આ વિશે તેઓ માહિતી આપતાં કહે છે, ‘હું અગાઉ ૧૨ વર્ષ ડાયમન્ડ બિઝનેસમાં હતો, પરંતુ ફૂડ પ્રત્યે મારો પહેલાંથી એક સૉફ્ટ કૉર્નર હતો. મારે મોટા ફલક પર ફૂડ આઉટલેટ શરૂ કરવું હતું પરંતુ એમાં બજેટ બહુ વધી જાય છે એટલે મેં નાના પાયે શરૂઆત કરી છે. જૈન બર્ગરમાં વપરાતી દરેક વસ્તુ ઇન-હાઉસ જ રેડી થાય છે. પૅટીસ કાચાં કેળાંની બનેલી હોય છે. અહીં દરેક વરાઇટી જૈનમાં મળે છે.’
બૂમ સ્ટિક સૅન્ડવિચ
રૉયલ મન્ચમાં જૈન બર્ગર ઉપરાંત અલગ-અલગ વરાઇટીની સૅન્ડવિચ પણ મળે છે. જેમ કે બૂમ સ્ટિક સૅન્ડવિચ, વેજ ચીઝ બ્લાસ્ટ, ગ્રિલ્ડ, કસાટા, કેરાલા મસાલા ટોસ્ટ. આ ઉપરાંત પીત્ઝા, નાચોઝ, પાસ્તા તો ખરા જ. પાસ્તાને ઘઉંમાંથી બનાવવામાં આવે છે. આમ તો આ આઉટલેટ ઘણું નાનું છે છતાં દસ-બાર જણ આરામથી બેસીને ખાઈ શકે એટલી બેસવાની જગ્યા કરવામાં આવેલી છે.
ક્યાં આવેલું છે? : રૉયલ મન્ચ, આદર્શ ડેરીની સામે, આદર્શનગર, મલાડ (વેસ્ટ)

