દૂધને એક જાડા વાસણમાં લઈને ધીમા ગૅસ પર ઉકાળો. દૂધ અડધાથી થોડું વધારે ઘટે ત્યાં સુધી સતત હલાવતા રહો. એમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે એલચી પાઉડર અને થોડા સમારેલા પિસ્તા, કાજુ અને બદામ ઉમેરો.
ફરાળી કુલ્ફી
સામગ્રી : ફુલ ક્રીમ દૂધ – ૧ લીટર, ખાંડ – અડધો કપ, મિલ્ક પાઉડર – બે ટેબલસ્પૂન, એલચી પાઉડર – અડધી ચમચી, પિસ્તા – બે ટેબલસ્પૂન, કાજુ – ૧ ટેબલસ્પૂન, બદામ – ૧ ટેબલસ્પૂન
બનાવવાની રીત : દૂધને એક જાડા વાસણમાં લઈને ધીમા ગૅસ પર ઉકાળો. દૂધ અડધાથી થોડું વધારે ઘટે ત્યાં સુધી સતત હલાવતા રહો. એમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે એલચી પાઉડર અને થોડા સમારેલા પિસ્તા, કાજુ અને બદામ ઉમેરો. મિશ્રણને પાંચથી સાત મિનિટ ધીમા ગૅસ પર ઉકાળો. પછી ગૅસ બંધ કરીને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. કુલ્ફીના મૉલ્ડમાં મિશ્રણ ભરો અને એના પર પિસ્તા-કાજુની કતરણ નાખો. એને છથી ૮ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકો. મૉલ્ડમાંથી કાઢીને ઠંડી-ઠંડી ફરાળી કુલ્ફી સર્વ કરો.
