Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : શામ સવેરા ઢોકળાં

આજની રેસિપી : શામ સવેરા ઢોકળાં

Published : 03 August, 2026 07:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાલક અને મકાઈથી બનતા આ સોફ્ટ અને ટેસ્ટી ઢોકળા પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ નાસ્તો છે. સરળ રીતથી ઘરે બનાવી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

આજની રેસિપી : શામ સવેરા ઢોકળાં

આજની રેસિપી : શામ સવેરા ઢોકળાં


સામગ્રી : અડધો કિલો ખાટાં ઢોકળાંનું ખીરું, પાલકનાં પચીસ પાન, એક લીલું મરચું, બે મકાઈનું છીણ, મીઠું, ઇનોનું એક પાઉચ, ચપટીક મરી પાઉડર, બે ચમચી તેલ
રીત : ઢોકળાંના ખીરાના બે ભાગ કરી દેવા. એક ભાગમાં પાલકને મરચાં સાથે પીસીને મિક્સ કરવું. બીજા ભાગમાં છીણેલી કૉર્ન નાખીને મિક્સ કરવું. ઢોકળિયું પહેલેથી ગરમ કરવા મૂકવું. થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકવી. પાલકવાળા ખીરામાં એક ચમચી ઇનો નાખી ઉપર પાણી નાખી બરાબર હલાવીને બાફવા મૂકવું. પાંચ મિનિટ પછી મકાઈના ખીરામાં ઇનો નાખી ચમચી પાણી નાખીને હલાવી લેવું. પાલકની ઉપર ખીરું પાથરીને ૧૦ મિનિટ થવા દેવું. એના પર મરી પાઉડર સ્પ્રિન્કલ કરવો. ૧૦ મિનિટ પછી થાળી ઉતારીને થોડી ઠંડી થાય એટલે તેલ લગાવી દેવું. એને કાપીને ઉપયોગમાં લેવું. ગ્રીન ચટણી સાથે મસ્ત લાગશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK