Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ફાસ્ટ-ફૂડમાં પોતાની જાતે પસંદગીના ડિપ અને સૉસ ઍડ કરો અનલિમિટેડ

ફાસ્ટ-ફૂડમાં પોતાની જાતે પસંદગીના ડિપ અને સૉસ ઍડ કરો અનલિમિટેડ

Published : 21 February, 2026 05:21 PM | IST | Mumbai
Darshini Vashi

મુંબઈમાં હૅન્ગિંગ ડિપ બૉટલ્સનો કન્સેપ્ટ લઈને આવ્યું છે દાદરનું ‘સ્નૅક સ્પૉટ’

ફાસ્ટ-ફૂડમાં પોતાની જાતે પસંદગીના ડિપ અને સૉસ ઍડ કરો અનલિમિટેડ

ફાસ્ટ-ફૂડમાં પોતાની જાતે પસંદગીના ડિપ અને સૉસ ઍડ કરો અનલિમિટેડ


ફાસ્ટ-ફૂડની આઇટમ્સ, ખાસ કરીને બર્ગર, ફ્રેન્ચ ફાઇઝ વગેરે સૉસ અને ​ડિપ વગર અધૂરાં લાગે છે. નૉર્મલી આપણે આ ફૂડ-આઇટમ ખરીદીએ છીએ ત્યારે એટલી જ માત્રામાં સિલેક્ટેડ ડિપ તથા સૉસ લઈ શકીએ છીએ જેટલી માત્રામાં પીરસવામાં આવે છે. જોકે હવે એમ થશે નહીં, કેમ કે દાદરમાં એક એવું કૅફે શરૂ કરવામાં આવ્યું છે જ્યાં અનલિમિટેડ અને પોતાની પસંદગીનાં ગમે એટલાં સૉસ તેમ જ ડિપ તમે તમારી ફૂડ-ડિશ પર ઉમેરી શકો છો અને એ પણ પોતાની જાતે.
મુંબઈનું આ એકમાત્ર હૅન્ગિંગ ડિપ બૉટલ્સના કન્સેપ્ટ સાથેનું ‘સ્નૅક સ્પૉટ’ કૅફે દાદરમાં આવેલું છે જ્યાં કસ્ટમર પોતાની પસંદગીથી અને પોતાની જાતે તેની સ્નૅક-પ્લેટમાં અનલિમિટેડ ડિપ અને સૉસ ઍડ કરી શકશે. આવા યુનિક વિચાર વિશે વાત કરતાં સ્નૅક સ્પૉટનાં ઓનર સિદ્ધાંત ઠાકુર કહે છે, ‘મુંબઈમાં જ નહીં, દેશમાં પણ આ પ્રકારનો કન્સેપ્ટ મેં જોયો નથી. બસ, એક ક્લિક થઈ અને એને મેં અહીં અમલી બનાવી દીધું. મેં જોયું હતું કે લોકોને વિવિધ ડિપ અને સૉસ વગર ફાસ્ટ-ફૂડની આઇટમ અધૂરી લાગે છે અને મોટા ભાગની જગ્યાએ લિમિટેડ માત્રામાં અને ઑપ્શનમાં જ સૉસ મળતા હોય છે જેમાં મારે ચેન્જ લાવવું હતું.’
અહીં હૅન્ગિંગ બૉટલ્સમાં બાર્બેક્યુ સૉસ, મેક્સિકન સૉસ, ચિપોટલે, 1000 આઇલૅન્ડ, કેચઅપ વગેરે હોય છે. ફૂડ-ઑપ્શનની વાત કરીએ તો અહીં ટ્રિપલ ચીઝ લેયર બર્ગર, પીત્ઝા, કૉફી, પાસ્તા અને ફ્રેન્ચ ફ્રાઇઝ ખૂબ જ ફેમસ છે. આ સિવાય અહીં પ્રૉપર સીટિંગ-એરિયા પણ છે જ્યાં બેસીને આરામથી ફાસ્ટ-ફૂડની લહેજત માણી શકાશે.
ક્યાં મળશે? : સ્નૅક સ્પૉટ, ઓલ્ડ કૅડલ રોડ, શિવાજી પાર્ક, દાદર-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 05:21 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK