Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > CSKના સ્પિનર રાહુલ ચાહરે લગ્નનાં ૪ વર્ષ બાદ પત્ની ઈશાની જૌહર સાથે છૂટાછેડા લીધા

CSKના સ્પિનર રાહુલ ચાહરે લગ્નનાં ૪ વર્ષ બાદ પત્ની ઈશાની જૌહર સાથે છૂટાછેડા લીધા

Published : 21 February, 2026 04:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬ વર્ષના લેગ-સ્પિનર રાહુલ ચાહરે ગઈ કાલે પત્ની ઈશાની જૌહર સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. રાહુલ ચાહરે ૨૦૨૨માં ગોવામાં ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્ન કર્યાં હતાં. છેલ્લા ૧૫ મહિનામાં કોર્ટ-રૂમનાં ચક્કર લગાડ્યા બાદ તેમના ડિવૉર્સ ફાઇનલ થયા છે.

CSKના સ્પિનર રાહુલ ચાહરે લગ્નનાં ૪ વર્ષ બાદ પત્ની ઈશાની જૌહર સાથે છૂટાછેડા લીધા

CSKના સ્પિનર રાહુલ ચાહરે લગ્નનાં ૪ વર્ષ બાદ પત્ની ઈશાની જૌહર સાથે છૂટાછેડા લીધા


રાજસ્થાનમાં જન્મેલા ૨૬ વર્ષના લેગ-સ્પિનર રાહુલ ચાહરે ગઈ કાલે પત્ની ઈશાની જૌહર સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. રાહુલ ચાહરે ૨૦૨૨માં ગોવામાં ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્ન કર્યાં હતાં. છેલ્લા ૧૫ મહિનામાં કોર્ટ-રૂમનાં ચક્કર લગાડ્યા બાદ તેમના ડિવૉર્સ ફાઇનલ થયા છે. ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન તે ભારત માટે એક વન-ડે અને ૬ T20 મૅચ રમ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સના ૫.૨૦ કરોડ રૂપિયાના આ સ્પિનર રાહુલ ચાહરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘મેં નાની ઉંમરે લગ્ન કર્યાં; મને, મારી જાતને, મારા મૂલ્યને, અથવા હું ખરેખર જે જીવન બનાવવા માગતો હતો એ સંપૂર્ણપણે સમજાયું એ પહેલાં અને ત્યાર બાદ મેં વર્ષોથી એવા પાઠ શીખ્યા છે જેની મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. કેટલાક સંબંધો કાયમ ટકવા માટે નથી હોતા; એ આપણને જાગ્રત કરવા, શીખવવા અને પરિવર્તન લાવવા માટે હોય છે. આ અંત નથી, એક મુક્તિ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK