અહીં શીખો કોથમીર કૅન્ડી ઢોકળાં
કોથમીર કૅન્ડી ઢોકળાં
સામગ્રી : એક કપ રવો, અડધો કપ કોથમીર, થોડાં લીમડાનાં પત્તાં, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, ઇનો, તેલ, થોડું ખાટું દહીં.
કૅન્ડી બનાવવા માટે : મૉલ્ડ અને સ્ટિક
ADVERTISEMENT
બનાવવાની રીત : રવાને દહીં નાખીને પલાળી રાખવો. એને ૧૫ મિનિટ રાખી મૂકવું. કોથમીર, આદું, મરચાં, લીમડો, મીઠું બધાને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવવી. એ પેસ્ટને રવામાં નાખીને મિક્સ કરવું. એમાં ઇનો નાખીને ગ્રીસ કરેલા કૅન્ડી મૉલ્ડમાં રવાનું ખીરું નાખવું. કડાઈમાં થાળી મૂકી એમાં રવાના ખીરાનાં મોલ્ડ મૂકી દસથી ૧૨ મિનિટ સ્ટીમ કરવાં. થોડાં ઠંડાં થાય એટલે અનમૉલ્ડ કરી એમાં સ્ટિક ખોસીને સર્વ કરવાં.
