અહીં શીખો મકાઈ વેજિટેબલ કટલેટ
મકાઈ વેજિટેબલ કટલેટ
સામગ્રી : મકાઈ દાણા, વટાણા, ગાજર, ફણસી, બટાટા, પૌંઆ, આદું-લીલાં મરચાં, લીંબુ, ચાટ મસાલો, ગરમ મસાલો, રવો, મીઠું સ્વાદ અનુસાર.
રીત : કુકરમાં બધી શાકભાજી અને મકાઈ દાણા નાખી બાફી લેવા. પછી એનો માવો બનાવવો. એમાં ઉપરના બધા મસાલા સ્વાદ અનુસાર નાખવા અને ભીંજવેલા પૌંઆ નાખવા. પછી કટલેટનો શેપ આપી રવામાં રગદોળીને ગરમ તેલમાં તળવી અને લીલી ચટણી, સૉસ સાથે ગરમ-ગરમ પીરસવી.
ADVERTISEMENT
- પ્રીતિ પોલડિયા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


