અહીં શીખો અળસી લાડુ
અળસી લાડુ
સામગ્રી : અળસી – ૨૫૦ ગ્રામ, તલ – ૧૦૦ ગ્રામ, સૂકું કોપરું (ખમણેલું) – ૧૦૦ ગ્રામ, મિશ્ર સૂકા મેવા – ૧ વાટકી ઘી – ૨૫૦ ગ્રામ, ગોળ – ૨૫૦ ગ્રામ
રીત : સૌપ્રથમ અળસી, તલ, સૂકું કોપરું અને સૂકા મેવાને અલગ–અલગ ધીમા તાપે શેકી લો. ઠંડા થયા બાદ બધાનો મિક્સરમાં બારીક પાઉડર તૈયાર કરો. હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો અને ધીમા તાપે ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય પછી એમાં તૈયાર કરેલો પાઉડર થોડો–થોડો કરીને ઉમેરતા જઈ સારી રીતે મિક્સ કરો. મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારે હાથમાં ઘી લગાવી લાડુ બાંધી લો.
ADVERTISEMENT
ઉપયોગ : આ લાડુ શિયાળામાં પોષણસભર અને ઊર્જાદાયક હોય છે તથા રોજિંદા આહારમાં લાભદાયી છે અને વિટામિન C યુક્ત છે.
- પારુલ શાહ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


