અહીં શીખો હેલ્ધી સૅલડ
હેલ્ધી સૅલડ
સામગ્રી : પનીર ૧/૪ કપ, બીટના ટુકડા ૧/૪ કપ બાફેલા, બ્રૉકલી ૧/૪ કપ સમારેલી, કાંદા ૧/૪ કપ ટુકડા, શક્કરિયાં ૧/૪ કપ ટુકડા બાફેલા, કોથમીર ૨ ટેબલસ્પૂન, ગાજર ૧/૪ કપ લાંબું છીણેલું, કાકડી ૧/૪ કપ ટુકડા, તલ ૧ ટેબલસ્પૂન, ઑલિવ ઑઇલ ૧ ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મિક્સ હર્બ્સ ૧/૨ ટીસ્પૂન, મરી પાઉડર ૧/૮ ટીસ્પૂન, બેસિલ પાન ૩-૪ નંગ, મરચા-લસણની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન.
રીત : પૅનમાં ઑલિવ ઑઇલ લો, ગરમ થાય પછી એમાં મરચા-લસણની પેસ્ટ, તલ, મિક્સ હર્બ્સ, પનીર, બીટ, બ્રૉકલી, કાંદા, શક્કરિયાં, કોથમીર, ગાજર, કાકડી, મીઠું, મરી પાઉડર, બેસિલ પાન નાખી મિક્સ કરો. પછી પ્લેટમાં સર્વ કરો.


