મકાઈનો દાણો ભાખરી સાથે જમવામાં અથવા તો એકલો પણ નાસ્તાની જેમ ખાઈ શકાય છે.
મકાઈનો દાણો
સામગ્રી : ૬ મકાઈનું છીણ, ૪ ગ્રીન મરચાં, ૧ ચમચી જીરું પાઉડર, ૧/૨ યા ૩/૪ ચમચી મરી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ૧૧/૨ ચમચી સાકર, ૨ વાટકી ગરમ પાણી, ૩ વાટકી ગરમ દૂધ, ૩ ચમચી ઘી, ૧/૪ ચમચી હળદર, ૨ ચમચી મલાઈ
બનાવવાની રીત : ગૅસ પર કડાઈ ગરમ કરવા મૂકો. એમાં ૩ ચમચી ઘી નાખો. ઘી ગરમ થાય એટલે એમાં મરચાંની પેસ્ટ અથવા તો મરચાંના મોટા ટુકડા કરીને નાખો. મરચાં સાંતળાઈ જાય એટલે મકાઈનું છીણ નાખીને બરાબર મિક્સ કરો. એને સતત દસથી ૧૫ મિનિટ હલાવો. લચકા જેવું થાય એટલે અલગથી થોડું પાણી ગરમ કરીને એમાં નાખો. ગરમ પાણી બરાબર શોષાઈ જાય એટલે ગરમ દૂધ નાખીને હલાવતા રહો. એ દરમ્યાન મસાલા કરી લો. મીઠું, હળદર, જીરું, મરી પાઉડર અને જરૂર હોય તો સાકર નાખીને બરાબર હલાવતા રહો. લચકા જેવું થાય અને ઘી છૂટે ત્યારે ગૅસ પરથી ઉતારી લો. મકાઈનો દાણો ભાખરી સાથે જમવામાં અથવા તો એકલો પણ નાસ્તાની જેમ ખાઈ શકાય છે.
- રાગિણી ગાંધી
