Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: મૅન્ગો શીરો

Published : 15 June, 2026 01:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો મૅન્ગો શીરો

મૅન્ગો શીરો

મૅન્ગો શીરો


સામગ્રી : ૧ વાટકી રવો, ૧ વાટકી સાકર, ૧ વાટકી ઘી, બે વાટકી દૂધ, ૧ વાટકી પાણી, ૧ કેરીનો પલ્પ, કાજુ, બદામ, કિસમિસ, એલચીનો પાઉડર

ગાર્નિશિંગ માટે : બદામની કતરણ, કેરીના પીસ, ગુલાબની પાંદડી



બનાવવાની રીત : એક તપેલીમાં પાણી અને દૂધ મિક્સ કરીને ગરમ કરવા મૂકવું. કેરીનો પલ્પ બનાવીને રેડી રાખવો. એક કડાઈમાં ઘી મૂકીને રવો શેકવો. રવો શેકાઈ જાય એટલે એમાં ગરમ દૂધ અને પાણી નાખીને મિક્સ કરવું. પછી એમાં સાકર નાખવી અને સરખું મિક્સ કરીને લાસ્ટમાં કેરીનો પલ્પ નાખીને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવવું. એના પર બદામ, કાજુ, કિસમિસ અને એલચીનો પાઉડર નાખવો. શીરાને પ્લેટમાં કાઢીને ગુલાબની પાંદડી, બદામની કતરણ અને કેરીના પીસથી ડેકોરેટ કરીને સર્વ કરવો.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK