મેક્સિકન કૉર્ન શૉટ્સ બનાવવાની રીત અહીં વાંચો
મેક્સિકન કૉર્ન શૉટ્સ
સામગ્રી : રેડ, યલો અને ગ્રીન કૅપ્સિકમ, બાફેલા કૉર્ન, પર્પલ કોબી, બટર, ચીઝ, કોથમીર, કાંદા, બે ચમચી પીઝા-પાસ્તા સૉસ, બે ચમચી ટમૅટો સૉસ, મીઠું, નાચોસની ચિપ્સ.
નોંધ : કૅપ્સિકમ, કાંદા, કૉર્ન અને કોબી બધું સેમ માપમાં લેવું (એક વાટકો).
રીત : એક કડાઈમાં બટર ગરમ કરવું. એમાં કાંદા સાંતળવા. પછી ૩ કલરનાં કૅપ્સિકમ સાંતળવાં. બે મિનિટ પછી બાફેલા કૉર્ન અને પર્પલ કોબી નાખીને સાંતળવું. પછી મીઠું નાખી મિક્સ કરીને ગૅસ બંધ કરી દેવો. ગેસ બંધ કર્યા પછી બે ચમચી પીઝા-પાસ્તા સૉસ અને બે ચમચી ટમૅટો સૉસ નાખવો, થોડી કોથમીર નાખવી. સર્વ કરવા માટે એક ગ્લાસમાં ભરીને ઉપરથી કોથમીર, ચીઝ, કૉર્ન અને નાચોસ ચિપ્સથી ડેકોરેટ કરીને સર્વ કરવું.
