અહીં શીખો મિની સાટા અને મેસૂબ
મિની સાટા, મેસૂબ
સામગ્રી : ૧ વાટકો મેંદો, અડધો વાટકી ઘી, ૧ વાટકો સાકર, બદામની કતરી, ગુલાબની પાંખડી.
રીત : ૧ વાટકો મેંદામાં અડધી વાટકી ઘી નાખી લોટ બાંધવો. નાના-નાના સાટા બનાવવા અને ઘીમાં સ્લો ગૅસ પર આછા ગુલાબી થાય એટલા તળવા. ચાસણી માટે ૧ વાટકો સાકર + અડધો વાટકો પાણી નાખી જાડી ચાસણી બનાવવી. સાટાને ચાસણીમાં ડુબાડી ઘી લગાડેલી થાળીમાં રાખતા જવું અને ઉપર બદામની કતરી ને ગુલાબની પાંખડી રાખતા જવું. ઠંડું થાય એટલે સરસ સુકાઈને મિની સાટા તૈયાર થશે.
સામગ્રી : ૧ વાટકી ચણાનો લોટ (ચાળી લેવો), ૨ વાટકી સાકર, ૩ વાટકી ગરમ ઘી, ૧ વાટકી પાણી.
રીત : ઉપરની બધી સામગ્રી લોયામાં નાખી સ્લો ગૅસ પર એક જ દિશામાં હલાવવું. લગભગ ૧૫થી ૨૦ મિનિટ પછી જાળી પડશે ને ઘી છૂટું પડશે એટલે થાળીમાં ઠારી દેવાનું. બધું ઘી થોડી વારમાં ચુસાઈ જશે એટલે સરસ ટુકડા કરી સર્વ કરવું. ચણાના લોટને બદલે કાજુનો ભૂકો કે શિંગનો ભૂકો પણ નાખી શકાય.
ADVERTISEMENT
- ચેતના ઠક્કર
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)

