એશિયા કપ 2025 ની ટ્રૉફી હાલમાં દુબઈ સ્થિત એસીસી ઑફિસમાં રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, મોહસીન નકવીએ કડક આદેશો આપ્યા છે કે તેમની ગેરહાજરીમાં અથવા તેમની મંજૂરી વિના એશિયા કપ ટ્રૉફીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવશે નહીં.
આશિયા કપની ટ્રૉફી અને મોહસીન નકવી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ચેતવણી છતાં, એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવીએ ફરી એકવાર ભારતીય ટીમને એશિયા કપ ટ્રૉફી આપવાનો કરવાનો ઇનકાર કર્યો છે. મોહસીન નકવી, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે, તેમણે પ્રેઝન્ટેશન સેરેમનીનું આહ્વાન કર્યું છે. નકવી કહે છે કે બીસીસીઆઈ ઈચ્છે તો આ પ્રેઝન્ટેશન સેરેમનીમાં તેના કોઈપણ ખેલાડીને ટ્રૉફી લેવા કરવા મોકલી શકે છે. બીસીસીઆઈએ તાજેતરમાં મોહસીન નકવીને એક પત્ર લખીને ટીમ ઇન્ડિયાને એશિયા કપ ટ્રૉફી રજૂ કરવાની માગ કરી હતી, પરંતુ નકવી હાર માનવા તૈયાર નથી, એવું લાગી રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયા, બીસીસીઆઈ ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને શ્રીલંકા અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોના બોર્ડે પણ ગયા અઠવાડિયે એસીસીના અધ્યક્ષ મોહસીન નકવીને પત્ર લખીને ટીમ ઇન્ડિયાને એશિયા કપ ટ્રૉફી પરત આપવા વિનંતી કરી હતી.
દુબઈ આવો, ટ્રૉફી લો...
ADVERTISEMENT
આ જ અહેવાલમાં આગળ જણાવાયું છે કે મોહસીન નકવી તેમના નિર્ણય પર મક્કમ છે. નકવી ઇચ્છે છે કે બીસીસીઆઈ તેમના પ્રતિનિધિને દુબઈ મોકલે જેથી તેઓ તેમની પાસેથી ટ્રૉફી સ્વીકારી શકે. દરમિયાન, બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની ટીમ કે ટીમ ઇન્ડિયાનો કોઈ પણ સભ્ય નકવી પાસેથી ટ્રૉફી સ્વીકારશે નહીં. સૂત્રએ જણાવ્યું હતું કે આ નિર્ણય આઈસીસીની બેઠકમાં લેવામાં આવશે.
એશિયા કપ ટ્રૉફી ક્યાં છે?
એશિયા કપ ટ્રૉફી હાલમાં દુબઈ સ્થિત એસીસી ઑફિસમાં રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, મોહસીન નકવીએ કડક આદેશો આપ્યા છે કે તેમની ગેરહાજરીમાં અથવા તેમની મંજૂરી વિના એશિયા કપ ટ્રૉફીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવશે નહીં.
નકવીનું વલણ
ગયા મહિનામાં દુબઈમાં મેન્સ T20 એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ મોહસિન નકવીના હાથે સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ ટ્રોફી સ્વીકારી નહોતી. આખી દુનિયા સામે બની રહેલી પોતાની મજાક અને અપમાનને સહન ન કરી શકનાર એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીએ ACCના દુબઈ મુખ્યાલયમાં એશિયા કપ ટ્રોફીને છુપાવી દીધી હતી.
અહેવાલ અનુસાર પાકિસ્તાનના આ ગૃહમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેની પરવાનગી અને વ્યક્તિગત હાજરી વિના કોઈને આ ટ્રોફી સોંપવામાં કે ટ્રાન્સફર કરવામાં ન આવે. ફક્ત તે જ વ્યક્તિગત રીતે ટ્રોફી (જ્યારે પણ આવું થશે) ભારતીય ટીમ અથવા BCCIને સોંપશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હરામખોર મોહસિન નકવીના ટ્રોફી છીનવી લેવાના કૃત્ય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને આવતા મહિને ICC મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવાનું વચન આપ્યું છે. તેની આ દાદાગીરી સામે જય શાહના નેતૃત્વવાળી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) કડક કાર્યવાહી કરી શકે છે.

