અહીં શીખો ઓટ્સ-બીટરૂટ ઇડલી બનાવવાની સિમ્પલ રેસીપી
ઓટ્સ-બીટરૂટ ઇડલી
સામગ્રી :૧ કપ ઓટ્સ, ૧/૨ કપ ઝીણો રવો, ૧ કપ કાચું ખમણેલું બીટરૂટ, ૨ ચમચી તેલ, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી જીરું, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી અડદની દાળ, ૪ લીમડાનાં પાન, ૧ સમારેલું લીલું મરચું, ૧/૨ કાંદો ઝીણો સમારેલો, ૧ કપ દહીં, પાણી જરૂર મુજબ, ૧ ચમચી ઈનો, ૧ ચમચી મીઠું.
રીત : રવાને એક મિનિટ પૅનમાં શેકો અને ઓટ્સને ત્રણ મિનિટ શેકો. ઠંડું થાય એટલે મિક્સરમાં ઓટ્સનો પાઉડર કરો. પૅનમાં તેલ લો અને જીરું, રાઈ, લીમડાનાં પાન, હળદર, ખમણેલું બીટ, કાંદો નાખી ત્રણ મિનિટ સાંતળો. એક તપેલામાં ઓટ્સ પાઉડર, રવો, લીલું મરચું, મીઠું, દહીં અને જોઈતું પાણી નાખી બરાબર હલાવો. હવે આમાં બીટ નાખી ફરી હલાવી ઘટ્ટ મિશ્રણ બનાવો. એક ચમચી ઈનો અને ઉપર એક ચમચી પાણી નાખી હલાવો. ઇડલી પાત્રને તેલ લગાવી અંદર મિશ્રણ નાખી દસ મિનિટ સ્ટીમ થવા દો. ઠંડું થાય એટલે ઇડલીને ચટણી સાથે પીરસો.
ADVERTISEMENT
- સ્વાતિ માધવદાસ શ્રોફ


