Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: પાલક ઓટ્સ કોફ્તા વિથ પાલક ગ્રેવી

આજની રેસિપી: પાલક ઓટ્સ કોફ્તા વિથ પાલક ગ્રેવી

Published : 09 July, 2026 02:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો પાલક ઓટ્સ કોફ્તા વિથ પાલક ગ્રેવી

પાલક ઓટ્સ કોફ્તા વિથ પાલક ગ્રેવી

પાલક ઓટ્સ કોફ્તા વિથ પાલક ગ્રેવી


સામગ્રી : કોફ્તા માટે : પનીર (ભૂકો કરેલું), ઓટ્સનો પાઉડર, મીઠું, લીલાં મરચાં (બારીક સમારેલાં), લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલો, ઑલિવ ઓઇલ, તળવા માટે તેલ

ગ્રેવી માટે : પાલક, ડુંગળી (સમારેલી), લીલાં મરચાં, આદું, લસણ, કાજુ, તેજપાન, જીરું, ઑલિવ ઑઇલ, તાજું ક્રીમ (ગાર્નિશ માટે)



બનાવવાની રીત : સૌપ્રથમ પનીરને ભૂકો કરી એમાં થોડું ઑલિવ ઑઇલ, ઓટ્સનો પાઉડર, મીઠું, લીલાં મરચાં, લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના-નાના ગોળ કોફ્તા બનાવો. દરેક કોફ્તાને ઓટ્સના પાઉડરમાં હળવેથી કોટ કરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે એક કડાઈમાં થોડું પાણી લઈ એમાં ડુંગળી, લીલાં મરચાં, આદું, લસણ, કાજુ અને તેજપાન ઉમેરીને ઉકાળો. ઠંડું થયા પછી તેજપાન કાઢીને બાકીના મિશ્રણની બારીક પેસ્ટ બનાવી લો. બીજી તરફ પાલકને બે-ત્રણ મિનિટ માટે બ્લાંચ કરો અને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં મૂકી દો. ત્યાર બાદ એની સ્મૂથ પ્યુરી તૈયાર કરો. કડાઈમાં ઑલિવ ઑઇલ ગરમ કરીને એમાં જીરું ઉમેરો. પછી તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરીને સારી રીતે સાંતળો. ત્યાર બાદ પાલકની પ્યુરી ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી રાંધો. તૈયાર ગ્રેવીમાં તળેલા કોફ્તા ઉમેરો અને એક-બે મિનિટ ધીમા તાપે ચડવા દો. ઉપરથી તાજા ક્રીમથી ગાર્નિશ કરીને ગરમાગરમ પાલક ઓટ્સ કોફ્તા ફૂલકા અથવા પરાઠા સાથે પીરસો.  


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK