અહીં શીખો પનીર કૉર્ન પાપડ રોલ
પનીર કૉર્ન પાપડ રોલ
સામગ્રી : ૫૦ ગ્રામ પનીર, ૧ મકાઈ, ૩ પાપડ, મીઠું, ૧/૪ ચમચી ચિલી ફ્લેક્સ, ૧/૪ ચમચી જીરું પાઉડર, ૧/૪ મરી પાઉડર,૧ ગ્રીન મરચું ઝીણું સમારેલું, કોથમીર, તેલ તળવા માટે, ૨ ચમચી મકાઈનો લોટ
રીત : મકાઈને છીણી લેવી. એક તાવડીમાં તેલ મૂકી જીરું નાખીને આ છીણને સાંતળવું. થોડુંક લચકા પડતું થાય એટલે બધા સૂકા મસાલા અને પનીર નાખીને પૂરણ તૈયાર કરવું. ઠંડું થાય પછી પાપડ ઉપર પાણી લગાવી પૂરણ ભરીને રોલ કરી લેવો. એને સાઇડમાંથી બંધ કરી દેવો અને મીડિયમ ગરમ તેલમાં તળી લેવો. એને કેચપ અને ચટણી સાથે સર્વ કરવા. આ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે.
