Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: રાગી ચૉકલેટ બ્રાઉની વિથ ડ્રાયફ્રૂટ્સ

આજની રેસિપી: રાગી ચૉકલેટ બ્રાઉની વિથ ડ્રાયફ્રૂટ્સ

Published : 15 July, 2026 04:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો રાગી ચૉકલેટ બ્રાઉની વિથ ડ્રાયફ્રૂટ્સ

રાગી ચૉકલેટ બ્રાઉની વિથ ડ્રાયફ્રૂટ્સ

રાગી ચૉકલેટ બ્રાઉની વિથ ડ્રાયફ્રૂટ્સ


સામગ્રી : રાગીનો લોટ ૧૦૦ ગ્રામ, મેંદો ૪૦ ગ્રામ, કોકો પાઉડર પચીસ ગ્રામ, પાઉડર ખાંડ ૧૦૦ ગ્રામ, ડાર્ક ચૉકલેટ ૬૦ ગ્રામ, માખણ ૬૦ ગ્રામ, ઘટ્ટ દહીં ૮૦ ગ્રામ, દૂધ ૫૦થી ૬૦ મિલીલીટર, બેકિંગ પાઉડર અડધી ટીસ્પૂન, બેકિંગ સોડા પા ટીસ્પૂન, વૅનિલા ઍસેન્સ ૧ ટીસ્પૂન, મીઠું ચપટી, અખરોટ ૧૫ ગ્રામ, બદામ ૧૫ ગ્રામ, કાજુ ૧૫ ગ્રામ, કિસમિસ ૧૦ ગ્રામ, ચૉકલેટ ચિપ્સ ૧૫ ગ્રામ (ઑપ્શનલ)

બનાવવાની રીત : સૌપ્રથમ અવનને ૧૭૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનિટ માટે પ્રી-હીટ કરો. ૭ ઇંચના ગોળ કેક ટિનને બટરથી ગ્રીસ કરીને બટર પેપર લગાવો. એક બાઉલમાં રાગીનો લોટ, મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળી લો. ડાર્ક ચૉકલેટ અને માખણને ડબલ બૉઇલર અથવા માઇક્રોવેવમાં ઓગાળીને સરસ મિક્સ કરો. એમાં પાઉડર ખાંડ, દહીં અને વૅનિલા ઍસેન્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે એમાં સૂકી સામગ્રી થોડી-થોડી ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. જરૂર મુજબ ૫૦થી ૬૦  મિલીલીટર દૂધ ઉમેરીને ઘટ્ટ અને સ્મૂધ બ્રાઉની બેટર તૈયાર કરો. બેટરમાં થોડાં ડ્રાયફ્રૂટ્સ અને ચૉકલેટ ચિપ્સ મિક્સ કરો. તૈયાર બેટર ટિનમાં રેડીને ઉપરથી બદામ, કાજુ, અખરોટ અને કિસમિસ ભરપૂર નાખો. ૧૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પચીસથી ૩૦ મિનિટ બેક કરો. ટૂથપિક નાખતાં એના પર થોડા ભીના ક્રમ્સ આવે તો બ્રાઉની તૈયાર છે. સંપૂર્ણ ઠંડી થયા પછી જ એને કટ કરો.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK