Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેની ટ્રાફિક પોલીસે બે વિદ્યાર્થીઓને ગ્રીન કૉરિડોર બનાવીને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યા

થાણેની ટ્રાફિક પોલીસે બે વિદ્યાર્થીઓને ગ્રીન કૉરિડોર બનાવીને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યા

Published : 09 March, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાફિકનું નિયમન કરીને ગ્રીન કૉરિડોર પર ૭ કિલોમીટરનું અંતર ગણતરીની મિનિટોમાં કાપીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પહોંચાડવાની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યોગ્ય ટ્રાન્સપોર્ટ ન મળતાં ફસાઈ ગયેલા HSCના બે વિદ્યાર્થીઓને થાણેની ટ્રાફિક-પોલીસે તેમના પરીક્ષાકેન્દ્ર સુધી સફળતાપૂર્વક સમયસર પહોંચાડી દીધા હતા. પ્રશંસનીય કામ એ હતું કે પેપર છૂટે નહીં એ માટે પોલીસે ગ્રીન કૉરિડોર કાર્યરત કરીને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.

શનિવારે બપોરે સુજિત જોશી અને તેનો મિત્ર ભૂગોળના પેપર માટે અંબરનાથથી કલ્યાણ જઈ રહ્યા હતા, પણ ત્યારે તેમને કોઈ વાહન ન મળતાં અટવાઈ ગયા હતા. મદદ મેળવવા તેમણે હેલ્પલાઇન પર કૉલ કર્યો હતો. ફરિયાદ મળતાં તરત જ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પંકજ શિરસાટે નિર્દેશ આપીને ગ્રીન કૉરિડોરની વ્યવસ્થા કરી હતી. 
પોલીસ બદલાપુર-ઉલ્હાસનગર રોડ પર સાંઈબાબા મંદિર પાસે વિદ્યાર્થીઓ પાસે પહોંચી હતી અને તેમને બાઇક પર કલ્યાણની અચીવર્સ પબ્લિક હાઈ સ્કૂલના એક્ઝામ-સેન્ટર સુધી સમયસર પહોંચાડી દીધા હતા. ગ્રીન કૉરિડોર મોટા ભાગે ઇમર્જન્સીમાં કાર્યરત કરવામાં આવે છે. ટ્રાફિકનું નિયમન કરીને ગ્રીન કૉરિડોર પર ૭ કિલોમીટરનું અંતર ગણતરીની મિનિટોમાં કાપીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પહોંચાડવાની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.



થાણેના ટ્રાફિક વિભાગે હાલમાં ૫૪ રાઇડર્સ તહેનાત કર્યા છે. બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન ટ્રાફિક અથવા અન્ય કારણે અટકી જતા વિદ્યાર્થીઓ મોડા ન પડે એટલે હેલ્પલાઇન-નંબરો (82863 00300 / 82864 00400) જાહેર કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK