ગુસ્સે થઈને તે વ્યક્તિએ તેને જાહેરમાં ઠપકો આપ્યો હતો અને લાફા મારીને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું
મહિલાઓનો વિડિયો ઉતારતો આરોપી.
મુંબઈના ખાર સબવે નજીક એક યુવક ચોરીછૂપી મહિલાઓનો વિડિયો ઉતારતાં ઝડપાયો હતો. તેની આ હરકતનો વિડિયો અન્ય એક યુઝરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો ત્યારે અનેક લોકોએ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભા કર્યા હતા.
વિડિયો શૅર કરનાર વ્યક્તિએ રસ્તાની બાજુમાં એક માણસને શંકાસ્પદ રીતે ફોન પકડીને ઊભો રહેલો જોયો હતો. તેને નજીકથી જોયા પછી તે વ્યક્તિને ખ્યાલ આવ્યો કે તે આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓના વિડિયો રેકૉર્ડ કરી રહ્યો છે.
ADVERTISEMENT
ગુસ્સે થઈને તે વ્યક્તિએ તેને જાહેરમાં ઠપકો આપ્યો હતો અને લાફા મારીને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું. પૂછપરછ કરતાં તે ઉત્તર પ્રદેશથી આવેલો મજૂર હોવાનું જણાયું હતું. યુવકનો ફોન તપાસીને વિડિયો-રેકૉર્ડિંગ પુરાવા તરીકે આપીને તેણે ખાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસે આ કેસમાં હજી કોઈ ટિપ્પણી કરી નથી. ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે પર આ વિડિયો વાઇરલ થવાથી અનેક લોકોએ મહિલાઓની સુરક્ષા અને રોજિંદા જીવનમાં સહન કરવા પડતા આવા અનિચ્છનીય બનાવો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
