Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વર્કઆઉટ પહેલાં ભૂલથી પણ નહીં ખાતા આ ૩ વસ્તુઓ

વર્કઆઉટ પહેલાં ભૂલથી પણ નહીં ખાતા આ ૩ વસ્તુઓ

Published : 30 March, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમન્ના ભાટિયાના ફિટનેસ-ટ્રેઇનરની સલાહ મુજબ જિમમાં કસરત કરતાં પહેલાં કેટલોક આહાર તમારા પર્ફોર્મન્સને બગાડી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિટ રહેવા માટે જિમમાં પરસેવો પાડવો જરૂરી છે પણ ત્યાં જઈને તમે કેવું પ્રદર્શન કરશો એનો આધાર તમે જિમમાં જતાં પહેલાં શું ખાધું છે એના પર છે. અભિનેત્રી તમન્ના ભાટિયાના ટ્રેઇનર સિદ્ધાર્થ સિંહના મતે કેટલીક વસ્તુઓ જે સ્વાસ્થ્યપ્રદ લાગે છે એ કસરત પહેલાં ખાવી જોખમી છે. ખોટો ખોરાક તમને સુસ્ત બનાવી શકે છે અથવા પેટમાં ગરબડ કરી શકે છે.

પ્રતિબંધિત ખોરાકમાં પહેલા નંબરે છે તળેલું ભોજન. તળેલા ખોરાકમાં ફૅટનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનપ્રક્રિયાને અત્યંત ધીમી પાડે છે. આનાથી લોહીનો પ્રવાહ સ્નાયુઓ તરફ જવાને બદલે પાચનતંત્રમાં રોકાઈ જાય છે જેથી તમે જિમમાં થાક અનુભવો છો.



બીજા નંબરે આવે છે સૅલડ અથવા હાઈ ફાઇબર આહાર. ફાઇબર સ્વાસ્થ્ય માટે સારું છે પણ એ પેટમાં ગૅસ અને બ્લોટિંગ કરી શકે છે જે કસરત દરમિયાન અસ્વસ્થતા પેદા કરે છે.     ત્રીજા નંબરે આવે છે ખાંડવાળો ખોરાક. એ તમને શરૂઆતમાં એકાએક ઊર્જા તો આપશે પણ થોડી જ વારમાં એનર્જી-લેવલ ક્રૅશ થઈ જશે.


તો શું ખાવું?

પ્રી-વર્કઆઉટ મીલ હંમેશાં હળવું અને એનર્જી વધારનારું હોવું જોઈએ. આદર્શ રીતે એમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ અને મધ્યમ પ્રોટીન હોવું જોઈએ જેમ કે એક કેળું અથવા ઓટ્સ. આ ખોરાક જલદી પચી જાય છે અને વર્કઆઉટ દરમિયાન સતત ઊર્જા પૂરી પાડે છે. જો તમે તમારા આહાર અને કસરતનો સમય યોગ્ય રીતે જાળવો તો તમને વધુ સારાં પરિણામો અને ઝડપી રિકવરી મળશે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK