‘King’ Dubai schedule cancelled due to US-Iran War: શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ દુબઈમાં થવાનું હતું પરંતુ અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે આ શેડ્યુલ રદ કરવામાં આવ્યું હોવાના અહેવાલ; હવે સુહાના ખાન અને અનિલ કપૂર સાથે મુંબઈમાં જ થશે શૂટિંગ
‘કિંગ’માં શાહરુખનો સીન
બોલિવુડ (Bollywood)ના ‘કિંગ ખાન’ (King Khan)ની ફિલ્મ ‘કિંગ’ (King)ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. કારણકે આ ફિલ્મ સાથે શાહરુ ખાન લગભગ ત્રણ વર્ષ પછી સ્ક્રિન પર જોવા મળશે. જોકે, આ ફિલ્મને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે સાંભળીને ચોક્કસ ફેન્સ થોડાક નિરાશ થશે! શાહરૂખ ખાનની એક્શન-થ્રિલર ફિલ્મ `કિંગ`ના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ (US-Iran War)ને કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ (Middle East Crisis)થી, ફિલ્મ નિર્માતાઓએ ત્યાં શૂટિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે શૂટિંગ મુંબઈ (Mumbai)માં જ થશે.
દુબઈમાં થવાનું હતું `કિંગ`નું શૂટિંગ
ADVERTISEMENT
સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand)ની ફિલ્મ `કિંગ`, જેમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે, તે વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ હાલમાં નિર્માણાધીન છે, અને ફિલ્મ `કિંગ`નું શૂટિંગ દુબઈ (Dubai)માં થવાનું હતું. શાહરુખ ખાનની સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અનિલ કપૂર (Anil Kapoor) અને સુહાના ખાન (Suhana Khan)નું શૂટિંગ ત્યાંના રણમાં થવાનું હતું. જોકે, `મિડ-ડે`ના અહેવાલ મુજબ, યુએસ-ઈરાન યુદ્ધને કારણે શેડ્યૂલ રદ કરવામાં (‘King’ Dubai schedule cancelled due to US-Iran War) આવ્યું છે.
સુત્રોએ આપેલી માહિતી અનુસાર, ટીમે અમીરાતમાં શૂટિંગ માટે જરૂરી પરવાનગીઓ મેળવી લીધી હતી. ૯ એપ્રિલથી આ એક અઠવાડિયાનું શેડ્યૂલ બનવાનું હતું. પરંતુ પ્રદેશની ગતિશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ કલાકારો અને ક્રૂની સલામતી સાથે કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું છે.
મુંબઈમાં જ થશે ‘કિંગ’નું શૂટિંગ
મળતી માહિતી પ્રમાણે, `કિંગ`ની બાકી રહેલ એક્શન સિકવન્સનું શૂટિંગ હવે મુંબઈમાં જ થશે. હવે નિર્માતાઓએ મુંબઈના વિલે પાર્લે (Vile Parle)ના એક સ્ટુડિયોમાં એક સેટ બનાવ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, મેકર્સે સેટ-પીસ માટે સિદ્ધાર્થે કલ્પના કરેલા સ્કેલને મેચ કરવા માટે બધું જ કર્યું છે. હકીકતમાં, આનાથી તેમને એક્શન બીટ્સ અને લાઇટિંગ પર વધુ નિયંત્રણ મળે છે. આ સિક્વન્સ પીછો કરવાથી શરૂ થાય છે, જેના પરિણામે તીવ્ર લડાઈ થાય છે.
આ વર્ષના અંતે રિલીઝ થશે ‘કિંગ’
ફિલ્મની સ્ટારકાસ્ટ વિશાળ છે. શાહરુખ ખાન, સુહાના ખાન અને અનિલ કપૂર ઉપરાંત, ફિલ્મમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan), રાની મુખર્જી (Rani Mukerji), દીપિકા પાદુકોણ (Deepika Padukone), અરશદ વારસી (Arshad Warsi), જયદીપ અહલાવત (Jaideep Ahlawat), સૌરભ શુક્લા (Saurabh Shukla), અભય વર્મા (Abhay Verma) અને રાઘવ જુયાલ (Raghav Juyal) પણ છે. થોડા મહિના પહેલા, કિંગના નિર્માતાઓએ એક વિડીયો શેર કરીને જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026 ના રોજ ક્રિસમસ સપ્તાહના અંતે રિલીઝ થશે.
શાહરૂખના ચાહકો ત્રણ વર્ષ પછી તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતાની છેલ્લી રિલીઝ `ડંકી` (Dunki) હતી, જે ૨૦૨૩માં થિયેટરમાં રિલીઝ થઈ હતી.
