એક હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેના દ્વારા કોઈ પણ ખોરાક તમારી કેટલી બ્લડ-શુગર વધારશે એ માપી શકાય, જેને ૧-૧૦૦ના આંકમાં માપવામાં આવે છે. પાકી કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૧થી ૫૬ જેટલો હોય છે. જેને ન વધુ કહેવાય ન ઓછો, મધ્યમ કહી શકાય.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં કેટલાંક વર્ષોથી ફળોના રાજાને ડાયાબિટીઝના દરદીઓના જીવનનો રાવણ ચીતરવામાં આવી રહ્યો છે. ડાયાબિટીઝના દરદીઓ માટે અઢળક પોષણથી ભરપૂર આ ફળ માટે શુગર વધી જશે એટલે ન જ ખાવું કે કશો જ ફરક નથી પડવાનો એવું વિચારીને ભરપૂર ખાવું એ બન્નેમાંથી કયો ઑપ્શન સાચો ગણાય એ સમજવાની કોશિશ કરીએ.
એક હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેના દ્વારા કોઈ પણ ખોરાક તમારી કેટલી બ્લડ-શુગર વધારશે એ માપી શકાય, જેને ૧-૧૦૦ના આંકમાં માપવામાં આવે છે. પાકી કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ૫૧થી ૫૬ જેટલો હોય છે. જેને ન વધુ કહેવાય ન ઓછો, મધ્યમ કહી શકાય. બીજો હોય છે ગ્લાયસેમિક લોડ એટલે કે એક સિંગલ સર્વિંગમાં આપવામાં આવતા ખોરાકનો માપદંડ. આ લોડ ૦-૧૦ સુધીનો હોય તો ઓછો ગણાય. ૧૧-૨૦ સુધીનો હોય તો મધ્યમ ગણાય, જેમાં પાકી કેરીનો ગ્લાયસેમિક લોડ ૧૮.૯ છે, વધુ નથી. મધ્યમ છે. આમ કેરીથી ડરવાનું તો બિલકુલ નથી, પણ સાવધાની જરૂરી છે.
કેરી બધાનું અત્યંત પ્રિય ફળ હોય છે. લગભગ દરેક વ્યક્તિને એ ખાવાની ઇચ્છા હોય એમાં નવાઈ નથી. જ્યારે ડૉક્ટર તદ્દન ના જ પાડી દે ત્યારે પણ લોકો ક્યારેક અને થોડુંક તો ખાશે જ એ ડૉક્ટરને ખબર હોય છે. જો એમ કહે કે સમજીને ખાજો, થોડું ખાજો તો એ થોડા કરતાં વધુ જ ખાશે. માન્યું કે બધા જ દરદીઓ સરખા નથી હોતા, પરંતુ સામાન્ય રીતે માણસની સાયકોલૉજી આવું કામ કરે છે. ડાયાબિટીઝમાં ખોરાક, એનો પ્રકાર, એનું માપ અને એનો સમય એ બધું જ મહત્ત્વનું છે. એ બૅલૅન્સ સમજવું અને એ પ્રમાણે વર્તવું જરૂરી છે. એક એવો વર્ગ પણ છે જે કેરીને બિલકુલ હાથ પણ લગાડતાં ડરે છે. તેમણે એ સમજવાનું છે કે કેરીમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન જેવાં ઘણાં પોષક તત્ત્વો છે. જ્યારે તમે શુગરની બીકે નથી ખાતા ત્યારે આ પોષણથી પણ વંચિત રહી જાઓ છો એ પણ સમજવાનું છે.
એ લોકોએ જેમનું ડાયાબિટીઝ મૅનેજમેન્ટ સારું ચાલે છે અને બીજા એ લોકો જેમને આ મૅનેજમેન્ટ કરતાં આવડે છે. કોઈની શુગર ૩૫૦ જેટલી હોય તો તેને અમે નહીં કહીએ કે તમે કેરી ખાઈ શકો છો. એ જ રીતે જેની ત્રણ મહિનાની શુગરનો રિપોર્ટ ગરબડ આવ્યો હોય તેને અમે નહીં કહીએ કે કેરી ખાઓ, કારણ કે એ દેખાય છે તેમના રિપોર્ટ પરથી કે તેમને તેમની શુગર મૅનેજ કરતાં નથી આવડતું. ખોરાક, લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ અને ડાયટ એ બધાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે ત્યારે બને છે ડાયાબિટીઝનું યોગ્ય મૅનેજમેન્ટ અને એ આવડવું જરૂરી છે.
