ભારતીય માનસિકતા મુજબ દરરોજ સવારે ઊઠો પછી હાજતે જવું ખૂબ જ જરૂરી છે. જો ન જાઓ તો એને હેલ્ધી માનવામાં આવતું નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજકાલ લગભગ દર બીજી વ્યક્તિને કબજિયાતની તકલીફ જોવા મળે છે. જે ખોરાક આપણે ખાધો એ પચવો જરૂરી છે અને એનો ગંદવાડ સમય પર શરીરમાંથી નીકળવો પણ જરૂરી છે. જ્યારે એ નીકળતો નથી ત્યારે તકલીફ થાય છે. જે લોકો પાણી ઓછું પીએ છે, જમવામાં ફાઇબરનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે કે શાકભાજી અને ફળો ઓછાં ખાય છે, બેકરી પ્રોડક્ટ્સ વધુ ખાય છે, ચા-કૉફી વધુ પીએ છે જેને કારણે વ્યક્તિના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે એવા લોકોને કબજિયાત વધુ રહે છે. આ સમસ્યા બાળકોમાં વધુ જોવા મળે છે, કારણ કે તેઓ પાણી ઓછું પીએ કે બરાબર જમે નહીં કે પૉટી જવાનું સેન્સેશન આવે તો પણ એને રોકી રાખે અને જાય નહીં. આવી પરિસ્થિતિમાં ઝાડો કઠણ થઈ જાય છે અને કબજિયાતનો પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે.
ઝાડો ખૂબ જ કઠણ થઈ ગયો હોય, હાજતે જવામાં ખૂબ જોર લગાડવું પડતું હોય, ટૉઇલેટ સીટ પર ઘણીબધી વાર બેઠા રહેવું પડતું હોય, ૩-૪ દિવસ સુધી હાજતે જવાની જરૂર જ ન પડી હોય, બરાબર પ્રેશર આવતું ન હોય, હાજતે જઈ આવ્યા પછી પણ પેટ બરાબર સાફ થયેલું લાગે નહીં આ બધી પરિસ્થિતિ કબજિયાત સૂચવે છે. ભારતીય માનસિકતા મુજબ દરરોજ સવારે ઊઠો પછી હાજતે જવું ખૂબ જ જરૂરી છે. જો ન જાઓ તો એને હેલ્ધી માનવામાં આવતું નથી. મેડિકલ સાયન્સમાં દિવસમાં ૩-૪ વાર કોઈ હાજતે જાય અને ૩-૪ દિવસમાં ૧ વાર હાજતે જાય એ બન્ને પરિસ્થિતિને સામાન્ય ગણવામાં આવી છે. જો અઠવાડિયામાં કોઈ વ્યક્તિ ફક્ત ૨ જ દિવસ હાજતે જાય તો એને સંપૂર્ણપણે નૉર્મલ માનવામાં આવે છે. આપણે ત્યાં લોકો માને છે કે દરરોજ જ પૉટી જવું જરૂરી છે. જે જતા નથી તેમને લાગે છે કે તેમને કબજિયાત છે. પેટ સાફ આવવાની વાત માટે ભારતમાં લોકો વધુપડતા જ કૉન્શિયસ છે. એવા ઘણા લોકો છે જેમને ખરેખર કબજિયાતની કોઈ સમસ્યા નથી પરંતુ માનસિક રીતે તેમને એવું લાગ્યા જ કરે છે કે મને કબજિયાત છે.
ADVERTISEMENT
જે લોકો પાણી ઓછું પીએ છે, જમવામાં ફાઇબરનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે કે શાકભાજી અને ફળો ઓછાં ખાય છે, બેકરી પ્રોડક્ટ્સ વધુ ખાય છે, ચા-કૉફી વધુ પીએ છે જેને કારણે વ્યક્તિના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે એવા લોકોને કબજિયાત વધુ રહે છે. આ સમસ્યા બાળકોમાં વધુ જોવા મળે છે કારણ કે તેઓ પાણી ઓછું પીએ કે બરાબર જમે નહીં અથવા તો રમતમાં એટલા મશગૂલ હોય કે પૉટી જવાનું સેન્સેશન આવે તો પણ એને રોકી રાખે અને જાય નહીં. આવી પરિસ્થિતિમાં ઝાડો કઠણ થઈ જાય છે અને કબજિયાતનો પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે.
