Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ પળમાં જીવવું એ માનસિક કસરત છે, રોજ એની પ્રૅક્ટિસ કરીશું તો ઍન્ગ્ઝાયટી છૂમંતર થઈ જશે

આ પળમાં જીવવું એ માનસિક કસરત છે, રોજ એની પ્રૅક્ટિસ કરીશું તો ઍન્ગ્ઝાયટી છૂમંતર થઈ જશે

Published : 20 November, 2026 12:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સમયે સચિન તેન્ડલકર ઝીરો કે બે-ચાર રનમાં આઉટ થઈ જતો ત્યારે બધા એમ જ કહેતા કે સચિન પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટીમાંથી પસાર થઈ રહ્યો છે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભવિષ્યની ભયાવહ કલ્પનાઓ જે તમારી આજ ખરાબ કરી નાખે છે એ ઍન્ગ્ઝાયટી છે. ઍન્ગ્ઝાયટી ઘણા પ્રકારની હોય છે. કોઈ પણ પ્રકારનો ફોબિયા હોય જેમ કે ભીડથી કે ઊંચાઈથી બીક લાગતી હોય તો એને કારણે પણ ઍન્ગ્ઝાયટી ફીલ થાય. જ્યાં ચોક્કસ પર્ફોર્મન્સ કરવો જરૂરી છે એવી પરિસ્થિતિઓ વખતે જે ઉચાટ અને બેચેની થાય એ છે ઍન્ગ્ઝાયટી. જેમ કે સ્ટુડન્ટ્સે પરીક્ષા આપવા જવાનું હોય, બિઝનેસમૅન માટે કોઈ ઇન્વેસ્ટર સાથે મીટિંગ હોય કે પછી જીવનસાથીની પસંદગી માટે છોકરો કે છોકરી જોવા જવાનું હોય.

આ દરેક જગ્યાએ વ્યક્તિએ સારો દેખાવ કરવાનો હોય છે અને જીતવાનું હોય છે. એવા સમયે ‘હું નહીં કરી શકું તો શું?’ એ વિચારીને જે ડર લાગે એને પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી કહે છે. એક સમયે સચિન તેન્ડલકર ઝીરો કે બે-ચાર રનમાં આઉટ થઈ જતો ત્યારે બધા એમ જ કહેતા કે સચિન પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટીમાંથી પસાર થઈ રહ્યો છે. 



એવા અઢળક લોકો છે જે મહત્ત્વના દિવસે નર્વસ થઈ જાય. આવું થવું સહજ છે. સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે નર્વસનેસનો અતિરેક થઈ જાય. આજકાલ પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી જ નહીં, બધી જ પ્રકારની ઍન્ગ્ઝાયટીના કેસિસ વધતા જાય છે અને ભવિષ્યમાં હજુ વધશે. એનું એક મહત્ત્વનું કારણ એ છે કે આપણે દરેક જગ્યાએ જીતવું છે, પર્ફોર્મ કરવું છે અને જાતને બીજા કરતાં ચડિયાતી સાબિત કરવી છે. નાનપણથી જ બાળકને ભણવામાં સ્કોર કરવાનું કેટલું દબાણ હોય છે? આપણે નાના હતા ત્યારે મજા માટે રમતા; આજનાં બાળકો મેડલ લાવવા માટે રમે છે, ટ્રેઇનિંગ લે છે. ડ્રૉઇંગ કરવાનું મન થાય તો ચિત્રો બનાવતા, આજકાલ એમાં પણ A ગ્રેડ લાવવો જરૂરી છે. જે પણ કરો એ પર્ફેક્ટ કરો, જે પણ કરો એમાં જીતો. જીતવું આટલું બધું મહત્ત્વનું કેમ છે આપણા માટે? આ માનસિકતા વધતી જ જાય છે એટલે ઍન્ગ્ઝાયટી વધતી જ જશે.


ઍન્ગ્ઝાયટી માટે ઘણી સારી દવાઓ આવે છે, પણ દવાઓની સાથે થેરપી જરૂરી છે. અમુક ટેક્નિક છે જેનાથી લાભ થઈ શકે. જેમ શારીરિક હેલ્થ માટે લોકો એક્સરસાઇઝ કરે છે એમ માનસિક હેલ્થ માટે પણ અમુક આદતો કેળવવી જરૂરી છે. દરેક વ્યક્તિ ભવિષ્ય વિશે વિચારતી હોય ત્યારે ચિંતા થાય કે ડર લાગે એ સહજ છે, પણ જો તમે આ ક્ષણમાં જીવતા શીખી જાઓ તો આ ડરથી બચી શકો છો. પહેલી પાંચ વિકેટ પડી ગઈ છે અને હવે કોઈ પણ રીતે જીતવા માટે પાંચ ઓવરમાં ૫૦ રન કરવાના જ છે આ એક પરિસ્થિતિ છે. એ સંજોગોમાં ‘હું ૫૦ રન નહીં કરી શકું.’ એવું વિચારવાને બદલે નેક્સ્ટ બૉલ આવી રહ્યો છે એને હું કેટલી સારી રીતે રમી શકું એ વિચારવાનું છે. એના પર ફોકસ કરવાનું છે. આજમાં જીવતા શીખવું, આ પળમાં જીવતા શીખવું એ એક માનસિક કસરત છે, જેને આદત બનાવવી જોઈએ. તો ડરથી આગળ જીત મળી શકે.

- નેહા મોદી


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK