Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આપણાં બાળકોને ડિપ્રેશન જેવી તકલીફ ન આવે એ માટે આપણે શું કરી શકીએ?

આપણાં બાળકોને ડિપ્રેશન જેવી તકલીફ ન આવે એ માટે આપણે શું કરી શકીએ?

Published : 16 June, 2026 12:30 PM | IST | Mumbai
Kinjal Pandya

રોબોની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે. દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


નાની ઉંમરમાં આપણાં બાળકો ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનો ભોગ ન બને એ માટે તેનાં માતા-પિતા તરીકે કે ઘરના સદસ્ય તરીકે આપણે શું કરી શકીએ એ સમજવું જરૂરી છે. આપણું જીવન અત્યંત ફાસ્ટ થઈ ગયું છે અને એને ધીમું પાડવાની બહુ જરૂર છે. માતા-પિતા પણ ૧૨ કલાક કામમાં વ્યસ્ત હોય છે. માતા-પિતા પાસે બાળક માટે સમય નથી. આ બધાને કારણે દરેક વસ્તુની ઉંમર ઘટતી જાય છે, કારણ કે એક્સપોઝર ઘણું વધતું જાય છે. પૉર્ન જોવાની, સેક્સ કરવાની, ડ્રગ્સ લેવાની, આપઘાત કરવાની, માનસિક તકલીફો આવવાની બધાની ઉંમર વર્ષ દર વર્ષ ઘટતી જ જાય છે. સમાજમાં આવેલો આ બદલાવ બાળકોના માનસિક પ્રૉબ્લેમ્સ પાછળ ઘણો મહત્ત્વનો છે એ આપણે સમજવું રહ્યું. જિનેટિક કારણો માટે આપણે કંઈ કરી શકીએ એમ નથી, પરંતુ જો આપણે આપણાં બાળકોના માથેથી ભાર ઓછો કરી શકીએ તો પણ તેમની ઘણી મોટી મદદ થશે. બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહે એ માટે આ પાંચ બાબતો પર ધ્યાન આપો.

તેમનો ભણતરનો ભાર થોડો ઓછો કરો. આજના સમયની ડિમાન્ડ છે કે સ્કૂલોએ બદલવું જ પડશે. રોબોની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે. દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું? સ્કૂલમાં ભણ્યા એટલું બસ છે. આખો સમય બાળક ભણ્યા જ કરે તો બીજું કંઈ કરી જ નહીં શકે. સ્કૂલમાં જે ભણતરનો ભાર છે એનાથી બમણો ઘરે માતા-પિતા આપતાં હોય છે દરેક વાતમાં સરખામણી કરીને. તમારા બાળકને સમજો અને સરખામણીઓ ન કરો. જો તેના પરનું પ્રેશર હળવું કરશો તો તે વધુ સારું પર્ફોર્મ કરશે. બીજા સાથેની સરખામણીમાં તેનો આત્મવિશ્વાસ ઘટશે, હીનભાવના તેની અંદર આવશે.



બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેના માટે તમે અવેલેબલ રહો. આ ખૂબ જ અઘરું થઈ ગયું છે આજના સમયમાં. માતા-પિતા પાસે બાળક માટે સમય જ નથી હોતો અથવા એવું થઈ ગયું છે કે માતા-પિતા પાસે જ્યારે સમય હોય ત્યારે તે બાળકને આપે. આમાં એવું થાય છે કે બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેણે તેના પ્રૉબ્લેમ્સ કે તેની ભાવનાઓને જાતે એકલા સંભાળવાં પડે છે. જે બાળક સંભાળી લે છે તે હોશિયાર બની જાય છે, પરંતુ જે નથી સંભાળી શકતું તેની હાલત ખરાબ થઈ જાય છે. બાળકને સમય આપતાં માતા-પિતાનાં બાળકો સંતોષી અને આત્મવિશ્વાસથી છલકાતાં હોય છે. બાળકને બીજું કંઈ જ નહીં, તમારો સમય જોઈતો હોય છે. એ ચોક્કસ આપો.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 12:30 PM IST | Mumbai | Kinjal Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK