Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૯૦ ટકા પ્રાઇવેટ સ્કૂલો કરતાં જિલ્લા પરિષદની સ્કૂલો વધુ સારી : ફડણવીસ

૯૦ ટકા પ્રાઇવેટ સ્કૂલો કરતાં જિલ્લા પરિષદની સ્કૂલો વધુ સારી : ફડણવીસ

Published : 16 June, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાયગડમાં એક સરકારી સ્કૂલમાં લૅબોરેટરીનું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો કરતાં વધુ સારી હોવાનો દાવો કર્યો હતો

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત ગઈ કાલથી થઈ હતી. રાયગડના વહાળમાં આવેલી પી. એમ. શ્રી રાયગડ જિલ્લા પરિષદ સ્કૂલમાં ડિજિટલ લૅબના ઉદ્ઘાટન-પ્રસંગે પહોંચેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વેકેશન પછી નવા વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને ગુલાબ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત ગઈ કાલથી થઈ હતી. રાયગડના વહાળમાં આવેલી પી. એમ. શ્રી રાયગડ જિલ્લા પરિષદ સ્કૂલમાં ડિજિટલ લૅબના ઉદ્ઘાટન-પ્રસંગે પહોંચેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વેકેશન પછી નવા વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને ગુલાબ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.


રાયગડમાં એક સરકારી સ્કૂલમાં લૅબોરેટરીનું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો કરતાં વધુ સારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જિલ્લા-પરિષદ દ્વારા સંચાલિત સ્કૂલો ૯૦ ટકા પ્રાઇવેટ સ્કૂલો કરતાં વધુ સારી છે. દેવેન્દ્ર ફડણવીસે સરકારી સ્કૂલો પર લાગેલી કાળી ટીલીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે જિલ્લા-પરિષદની સ્કૂલમાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહોતું અને એનાં બિલ્ડિંગો જર્જરિત હતાં, પરંતુ આજે આપણે એમની સરખામણી પ્રાઇવેટ સ્કૂલો સાથે કરી શકીએ છીએ. આપણે પ્રાઇવેટ સ્કૂલ છોડીને જિલ્લા-પરિષદની સ્કૂલમાં આવનારાં બાળકોની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે સરકારી સ્કૂલો પર લાગેલું એ લાંછન પણ દૂર થયું છે.’ પ્રાઇવેટ સ્કૂલોમાંથી જિલ્લા-પરિષદની સ્કૂલોમાં શિફ્ટ થનારા સ્ટુડન્ટ્સની સંખ્યા વધી રહી હોવાનો ઉલ્લેખ દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK