Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વજન અને ઉંમર બન્ને વધારે હોય ત્યારે બાળક પ્લાન કરવામાં આટલું ધ્યાન રાખો

વજન અને ઉંમર બન્ને વધારે હોય ત્યારે બાળક પ્લાન કરવામાં આટલું ધ્યાન રાખો

Published : 21 May, 2026 12:18 PM | IST | Mumbai
Dr. Suruchi Desai

આમ રાહ જોવી પણ હિતાવહ નથી. એટલે એ પરિસ્થિતિમાં જે શક્યતા છે એ છે બૅલૅન્સ બનાવીને ચાલવાની શક્યતા.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


હાલમાં મારી પાસે ૩૫ વર્ષની એક સ્ત્રી આવી. તેનું વજન ૮૦ કિલો હતું. તેને બાળક પ્લાન કરવું હતું. તેની તપાસ કરી તો તેની ટેસ્ટ તો બધી ઠીક હતી, પરંતુ તેને ખબર હતી કે વજન વધુ છે તો બાળક પ્લાન કરવામાં તકલીફ થશે. તેને લગભગ ૨૦ કિલો વજન ઉતારવાની જરૂર હતી જે યોગ્ય પદ્ધતિથી ઉતારવા જાય તો એક વર્ષ એમાં જતું રહે. એ પછી તે બાળક પ્લાન કરે તો ઉંમર વધી જાય. તેની સૌથી મોટી ગડમથલ જ એ હતી કે આ સંજોગોમાં મારે શું કરવું? વજન ઉતારવા માટે પ્રયત્ન કરવો અને એક વર્ષ રાહ જોવી કે એ પહેલાં જ પ્લાન કરી શકાય? 
આ સ્ત્રીને જે કન્ફ્યુઝન હતું એ આજકાલ ઘણી છોકરીઓને હોય છે. લગ્ન મોડાં થાય અને પછી બાળક માટે પણ મોડું વિચારે એટલે છેલ્લી ઘડીએ ઘણાબધા પ્રશ્નોથી ઘેરાઈ જાય. પહેલી વાત તો એ કે વજન ઉતારવું ઘણું જ મહત્ત્વનું છે એની ના નહીં. જ્યારે પ્રેગ્નન્સી દરમ્યાન માતાનું વજન વધુ હોય ત્યારે સ્ત્રીને આ સમયગાળા દરમ્યાન ડાયાબિટીઝ કે બ્લડપ્રેશર જેવી તકલીફો આવી જાય તો બાળક મોટી સાઇઝનું બની જાય છે. એને કારણે ડિલિવરી દરમ્યાન તેને કોઈ ઇન્જરી થાય એવું રિસ્ક વધે છે. આ સિવાય બાળક સમયથી પહેલાં જન્મે, મૃત જન્મે કે ખોડખાંપણવાળું જન્મે એવી શક્યતાઓ ઘણી વધી જાય છે. ખાસ કરીને બાળકને ન્યુરલટ્યુબમાં ખામી અને હાર્ટ-ડિફેક્ટ થવાનું રિસ્ક ઘણું વધી જાય છે.

આમ વજન ઉતારવું જરૂરી છે. મેં તેમને કંઈક આવી સલાહ આપી. જો ઉંમર ૩૫ વર્ષની છે એટલે તમે વધુ રાહ જુઓ અને બાળક મોડું કરો તો બાળક ડાઉન સિન્ડ્રૉમ સાથે જન્મે એનું રિસ્ક પણ વધતું જાય. જેટલી મોડી પ્રેગ્નન્સી એટલું આ રિસ્ક વધુ. આમ રાહ જોવી પણ હિતાવહ નથી. એટલે એ પરિસ્થિતિમાં જે શક્યતા છે એ છે બૅલૅન્સ બનાવીને ચાલવાની શક્યતા.



એટલે કે આ સમયે સ્ત્રીએ થોડું વજન ઉતારવું. થોડું ઊતરે પછી બાળક માટેની કોશિશ શરૂ કરવી. સમજો કે તમારું દસેક કિલો વજન ઊતર્યું અને પછી તમે પ્રેગ્નન્ટ થશો તો એ ૯ મહિના પણ તમારે સ્ટ્રિક્ટ ડાયટ કરવી પડશે જેથી પ્રેગ્નન્સી દરમ્યાન તમને ડાયાબિટીઝ ન આવે. એ ખૂબ જ જરૂરી છે. પ્રેગ્નન્સી દરમ્યાન તમારે એટલું ધ્યાન રાખવું પડશે. જોકે વજન માટે પ્રેગ્નન્સી એટલી પણ ડિલે ન કરી શકાય કે બીજા પ્રૉબ્લેમ્સ ઊભા થાય. મૉડર્ન સમયમાં મોડાં લગ્ન, મોડી પ્રેગ્નન્સી, ખોટી લાઇફસ્ટાઇલ, ઓબેસિટી આ બધા પ્રશ્નોને ખૂબ સમજદારી સાથે સૉલ્વ કરીને બાળક પ્લાન કરવું જરૂરી બને છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 12:18 PM IST | Mumbai | Dr. Suruchi Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK