Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જૂનથી સ્કૂલો માત્ર એક શિફ્ટમાં ચાલશે? ઑફલાઇનની સાથે ઑનલાઇન પણ થશે?

જૂનથી સ્કૂલો માત્ર એક શિફ્ટમાં ચાલશે? ઑફલાઇનની સાથે ઑનલાઇન પણ થશે?

Published : 21 May, 2026 07:18 AM | Modified : 21 May, 2026 08:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને કારણે સ્કૂલ-બસની ફીમાં વધારો તોળાઈ રહ્યો છે ત્યારે એને ખાળવા આવા વિકલ્પોનો વિચાર પણ થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક જ અઠવાડિયાની અંદર બીજી વખત વધારો થયો છે એને કારણે દૂધ, બ્રેડ અને શાકભાજી એમ એક પછી એક બધી વસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે પેરન્ટ્સના માથે પણ સ્કૂલ-બસની ફીમાં વધારાનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું છે અને જૂનમાં સ્કૂલો શરૂ થશે. એવામાં રાજ્યની સ્કૂલો દ્વારા બસ-ફીમાં વધારો કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ વિશે માહિતી આપતા મુંબઈ સ્કૂલબસ અસોસિએશનના અધ્યક્ષ અનિલ ગર્ગે જણાવ્યું હતું કે ‘ઈંધણના ભાવ પર દર અઠવાડિયે નજર રાખવી પડે છે એવી પરિસ્થિતિ છે ત્યારે ફીમાં કેટલો વધારો થશે એ તો કહી ન શકાય, પરંતુ જો પેટ્રોલ-ડીઝલના દર પાંચ રૂપિયા કરતાં વધુ વધારાય તો એ પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવશે.’ 



ઉલ્લેખનીય છે કે પહેલાં પેટ્રોલ-ડીઝલના દરમાં સરેરાશ ૩ રૂપિયાનો અને ત્યાર પછી બુધવારે સરેરાશ ૯૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ-બસની ફીમાં વધારો ન થાય એ માટે સ્કૂલ ઑથોરિટીઝ અને અસોસિએશન દ્વારા તમામ વિકલ્પો ધ્યાનમાં લેવાઈ રહ્યા હોવાનું જણાવતાં અનિલ ગર્ગે કહ્યું હતું કે ઑફલાઇન-ઑનલાઇન ક્લાસિસ રાખવા, સવાર અને બપોર એમ બે શિફ્ટને બદલે સ્કૂલનો સમય એક જ વખતનો રાખવો એ વિશે પણ વિચાર ચાલી રહ્યો છે. બસના ડ્રાઇવરોને કોરોના વખતની જેમ જ આવી પરિસ્થિતિમાં પણ પગાર મળી રહે એની ખાતરી કરવા અસોસિએશન તત્પર હોવાનું પણ અનિલ ગર્ગે જણાવ્યું હતું. 


સિંઘાનિયા સ્કૂલ્સનાં ડિરેક્ટર રેવતી શ્રીનિવાસને જણાવ્યું હતું કે ‘અમે એપ્રિલ મહિનાથી જ સ્કૂલ-બસની ફીમાં વધારાનો બોજો પેરન્ટ્સ પર ન આવે એ માટે હાઇબ્રિડ સ્કૂલિંગ, ઑનલાઇન સિસ્ટમ જેવા વિકલ્પો વિશે વિચારી રહ્યા છીએ.’
 
વાલીઓ પણ ચિંતામાં
પેરન્ટ્સ ટીચર્સ અસોસિએશન (PTA) યુનાઇટેડ ફોરમ ઍન્ડ એજ્યુકેશનિસ્ટનાં પ્રેસિડન્ટ અરુંધતી ચવાણે કહ્યું હતું કે ‘પેરન્ટ્સને પહેલેથી જ ઘણી બાબતની ચિંતા છે એટલે સ્કૂલ-બસની ફીમાં વધારા માટે પણ ગંભીરતાથી વિચારવું પડશે. હજી ફક્ત ફીમાં વધારાની વાત થઈ રહી છે એટલે આગળ શું થાય છે એ જોવું રહ્યું.’

- અદિતિ અલુરકર


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK