અમુક લોકો એવા છે જેમને સિગારેટ છોડે તો કબજિયાતની તકલીફ થાય જે મોટા ભાગના કેસમાં નૉર્મલ હોય છે. શરૂઆતનાં ૨-૩ અઠવાડિયાં કબજિયાત થઈ શકે છે. આ દરદીઓને એ માટે જરૂરી દવા કે ગરમ પાણી કે કેળું ખાવા જેવા નુસખા અમે આપીએ છીએ. આ બધા સાઇકોલૉજિકલ ખેલ જ સમજો.
પ્રતીકાત્મક તસવીર
તમાકુ સાથેનાં અસોસિએશન ત્રણેક પ્રકારનાં હોય છે. એક ફિઝિકલ, જેમાં વ્યક્તિને તમાકુ વગર માથું દુખે કે પેટ સાફ ન આવે કે હાથ-પગ કામ ન કરતા હોય એમ લાગે. આ સિવાય સાઇકોલૉજિકલ, જેમ કે તમાકુ ન લે તો વ્યક્તિ સ્ટ્રેસમાં જ રહે કે કામ કરવાનો મૂડ ન આવે અથવા વર્તન સંબંધિત અસોસિએશન જેમ કે તમાકુ ન લે તો મિત્રો સાથે મજા ન આવે કે રિલેશનશિપ પર અસર પડે, ગુસ્સો વધી જાય, ઝઘડા કરે. આ પ્રકારનાં અસોસિએશન તમાકુની આદતને વધુ ગહેરી બનાવે છે. જે વ્યક્તિ તમાકુ છોડવા ઇચ્છે છે તેમણે પહેલાં આ અસોસિએશન્સને છોડવાં પડે છે. એ ધીમે-ધીમે શક્ય બને છે.
જે સિગારેટ છોડે છે તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં કે ફોકસ્ડ રહેવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ સમજવાનું એ જ છે કે તમાકુ છૂટશે ત્યારે આપોઆપ ધ્યાન કેન્દ્રિત થશે. ઘણા લોકો સિગારેટ સ્ટ્રેસને દૂર કરવા માટે કે મૂડ સારો કરવા માટે પીએ છે. સિગારેટ લાંબા ગાળે હંમેશાં સ્ટ્રેસને વધારવાનું કામ કરી શકે છે, ઘટાડવાનું નહીં. થાય છે એવું કે નિશ્ચિત સમયે નિકોટીનની જરૂરત માટે બ્રેઇન સિગ્નલ મોકલે છે. એક ભ્રમ ઊભો થાય છે કે સ્ટ્રેસમાં સિગારેટથી શાંતિ મળે છે, પણ હકીકતે એવું નથી થતું.
ADVERTISEMENT
અમુક લોકો એવા છે જેમને સિગારેટ છોડે તો કબજિયાતની તકલીફ થાય જે મોટા ભાગના કેસમાં નૉર્મલ હોય છે. શરૂઆતનાં ૨-૩ અઠવાડિયાં કબજિયાત થઈ શકે છે. આ દરદીઓને એ માટે જરૂરી દવા કે ગરમ પાણી કે કેળું ખાવા જેવા નુસખા અમે આપીએ છીએ. આ બધા સાઇકોલૉજિકલ ખેલ જ સમજો. જે અસોસિએશન તેમનું સિગારેટ અને પેટનું છે એ તોડવા માટે એ જ અસોસિએશન આપણે ગરમ પાણી અને પેટનું બેસાડવું પડે છે, જે મદદરૂપ સાબિત થાય છે.
આવું જ એક અસોસિએશન ચા અને સિગારેટનું છે. ચા પીએ તો સિગારેટ તો જોઈએ જ. અથવા કોઈ એક ટપરી પર જઈએ તો ત્યાં જઈને સિગારેટ તો પીવી જ પડે. ઑફિસ-બ્રેકમાં સિગારેટ પીવાનું ચલણ જેને હોય તે કહેશે, નહીં પીએ તો ઊંઘ આવશે. અથવા જમીએ એટલે તો સિગારેટ પીવી જ પડે જેવાં રૂટીન અસોસિએશન પણ હોય છે. જે વસ્તુ તમને સિગારેટ કે તમાકુ તરફ ખેંચી જાય એ વસ્તુઓથી દૂર રહો. ધીમે-ધીમે નિકોટીનનું બંધાણ જતું રહેશે પછી વાંધો નહીં આવે. જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે આમાંથી બહાર ન આવી જાઓ ત્યાં સુધી પ્રયત્નો જરૂરી છે. જ્યારે આ અસોસિએશન તૂટશે ત્યારે જ તમાકુની આદત છૂટશે અને છૂટ્યા પછી ફરીથી પછી નહીં આવે.
