Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બ્યુટિફુલ તો જ દેખાશો જો તમે હેલ્ધી હશો

બ્યુટિફુલ તો જ દેખાશો જો તમે હેલ્ધી હશો

30 November, 2021 04:32 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સલમાન ખાનની ‘રેડી’ ફિલ્મ અને ‘અકબર-બીરબલ’, ‘ત્રિદેવિયાં’, ‘સસુરાલ સિમર કા’ જેવી સુપરહિટ સિરિયલો કરી ચૂકેલી ઍક્ટ્રેસ શાલિની સાહુતા દૃઢપણે માને છે કે મહિલાઓ હેલ્થને સમય આપશે તો સો ટકા ચહેરો નિખરશે

 ફિટનેસ એટલે કે તમારી ઓવરઑલ તંદુરસ્તી ‘રાઇટ’.

 ફિટનેસ એટલે કે તમારી ઓવરઑલ તંદુરસ્તી ‘રાઇટ’.


સલમાન ખાનની ‘રેડી’ ફિલ્મ અને ‘અકબર-બીરબલ’, ‘ત્રિદેવિયાં’, ‘સસુરાલ સિમર કા’ જેવી સુપરહિટ સિરિયલો કરી ચૂકેલી ઍક્ટ્રેસ શાલિની સાહુતા દૃઢપણે માને છે કે મહિલાઓ પાર્લરમાં જેટલો સમય વિતાવે છે એનાથી દસમા ભાગનો સમય જો પોતાની હેલ્થને આપશે તો સો ટકા ચહેરાનો નિખાર તેમણે ધાર્યો નહીં હોય એ રીતે વધશે. તેણે માત્ર ૧૪ વર્ષની ઉંમરે ચૅલેન્જના ભાગરૂપે જિમમાં જવાનું શરૂ કર્યું હતું

હું ૧૪ વર્ષની હતી. એકદમ ચબી ચિક્સવાળી, ગોલુમોલુ કહો એવી રમતિયાળ છોકરી. કોઈ પણ ટીનેજની જેમ જન્ક ફૂડ પણ ખાતી. મોજથી જીવવાનું, મન થાય એ ખાવાનું. એ સમયે તો રિસ્ટ્રિક્શન્સનો વિચાર પણ નહીં અને એક દિવસ અચાનક એમાં બ્રેક લાગી. બન્યું એવું કે મારી કૉલેજમાં મૉડલિંગનો પ્રોજેક્ટ આવ્યો અને હું જાડી હતી એટલે મને રિજેક્ટ કરવામાં આવી. વેઇટને કારણે મારું આ પહેલું રિજેક્શન. લોકો મારા પર હસતા અને ત્યારે મેં મનોમન નક્કી કરી લીધું કે હું હવે દેખાડીશ કે હું શું થઈ શકું છું. બસ, એ સમયે ઝનૂન સાથે મેં શરૂ કરેલી ફિટનેસની યાત્રા આજ સુધી ચાલુ છે. બેશક, ત્યારની અને અત્યારની ફિટનેસની વ્યાખ્યામાં જમીન-આસમાનનો ફરક છે.



એ સમયે મેં ડાયટમાંથી સંપૂર્ણપણે શુગર કાઢી નાખેલી અને જન્ક ફૂડ ટોટલી બંધ, જેને લીધે સાઇઝ ઝીરો છ મહિનામાં. બધા જ શૉક્ડ હતા. એ સમયના મારા ફૂડની વાત કરું તો એમાં કાર્બ્સ નહીં બરાબર લેતી. જોકે એ પછી મને સમજાયું કે ક્યારેય ફિટનેસ એક્સ્ટ્રીમ નહીં, પણ બૅલૅન્સ્ડ અપ્રોચ સાથે મળતી હોય છે. જિમમાં હેવી વર્કઆઉટથી જ ફિટ થવાશે એવું હું પહેલાં માનતી જેને લીધે હેવી વેઇટલિફ્ટિંગ કરતી, પુશઅપ્સ-પુલઅપ્સ નિયિમત કરતી. એમાં પણ બૅલૅન્સની જરૂર છે એ હવે બરાબર સમજાઈ ગયું છે.


બી રાઇટ ઑલવેઝ | ફિટનેસ એટલે કે તમારી ઓવરઑલ તંદુરસ્તી ‘રાઇટ’.

ઈટ રાઇટ, એક્સરસાઇઝ રાઇટ, સ્લીપ રાઇટ, બિહૅવ રાઇટ અને એવાં ઘણાં પરિબળો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કસરત પણ સાચી રીતે કરો ત્યારે એ ફિટનેસમાં અમુક પર્સન્ટ ઉમેરે, તમે ડાયટ યોગ્ય લેતા હો તો સાથે યોગ્ય પ્રમાણમાં તમે આરામ પણ શરીરને આપતા હો અને પૂરતી ઊંઘ લેતા હો એની પણ તમારી હેલ્થ અને ફિટનેસ પર અસર પહોંચતી હોય પણ ધારો કે તમારું વર્કઆઉટ બરાબર છે અને ડાયટ પણ તમે બૅલૅન્સ્ડ લઈ રહ્યા છો પણ પૂરતો આરામ નથી કરી રહ્યા તો સમજજો કે તમારી હેલ્થમાં ડિસ્ટર્બન્સ ઊભાં કરશે.


જેમ રસોઈમાં બધા જ મસાલા સપ્રમાણ હોય ત્યારે જ એની અસર થાય છે એમ ફિટનેસ પણ સપ્રમાણ લાઇફસ્ટાઇલનું પરિણામ છે. આ વાત સમજ્યા પછી મારા જીવનમાં આજે પણ ટાઇમસર બધું કરવાની સ્ટ્રગલ ચાલુ છે અને હું પૂરતો પ્રયાસ કરું કે એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. મારા વર્કિંગ અવર્સને કારણે મારી ઊંઘના કલાકો ડિસ્ટર્બ બહુ થાય, કારણ કે એ શૂટિંગ શેડ્યુલને આધારિત હોય પણ હું એમ છતાં પ્રયાસો કરતી રહું કે એને કન્ટ્રોલમાં રાખીને હું મારી લાઇફસ્ટાઇલને મૅનેજ કરું.

વર્કઆઉટ ઑલવેઝ | ફિટનેસ હોલિસ્ટિક બાબત છે તો તમારી ટ્રેઇનિંગમાં પણ એ સમજ ઉમેરાવી જોઈએ. જિમમાં હું વેઇટ-ટ્રેઇનિંગ કરું તો ફ્લેક્સિબિલિટી માટે પણ હું જિમ્નૅસ્ટિક્સમાં જવાનું પસંદ કરું છું. જિમ ઉપરાંત હું બ્રીધિંગ અને મેડિટેશન પણ કરું છું અને વીકમાં મિનિમમ એકથી બે દિવસ યોગ થાય એનો પ્રયત્ન કરું. હું માનું છું કે દરેક એક્સરસાઇઝ ફૉર્મની પોતાની બ્યુટી છે અને દરેકની જરૂરિયાત સમજીને આપણે ઍક્ટિવ રહેવું જોઈએ. યોગ પણ એટલા જ આવશ્યક છે જેટલું જિમ જરૂરી છે તો પ્રાણાયામની પણ એટલી જ અગત્ય છે. હું કહીશ કે આપણે શરમાવું જોઈએ કે આપણે સાચી રીતે શ્વાસ લેતાં હજી સુધી શીખ્યા નથી.

કૅરફુલ ડાયટ ઑલવેઝ | સ્વીટ્સનો મને શોખ નથી અને આમ પણ ડાયટિંગ મારા માટે સહજ છે, કારણ કે હેલ્ધી ખાવું એ મારો શોખ છે. ડાયટની બાબતમાં દરેકને કહીશ કે ખોટા કોઈ ક્રૅશ ડાયટના રવાડે ચડવાની જરૂર નથી. જેને તમે લાંબા સમય માટે પાળી શકવાના હો એવી જ ડાયટ કરવી જોઈએ. સુંદરતા માટે પણ તમારે સારું અને પૌષ્ટિક ખાવાનું ખાવું જરૂરી છે અને એવું ફૂડ છે પણ ખરું જે તમને ભાવે પણ ખરું અને પૌષ્ટિક પણ હોય છે. સાઉથ પાસે ઇડલી છે તો એવી જ રીતે ગુજરાતીઓ પાસે પોતાનાં ઢોકળાં છે, જે મને ખૂબ પ્રિય છે અને ખાસ્સાં હેલ્ધી પણ છે. આપણે ત્યાં ફીમેલમાં અનહેલ્ધી ફૂડનું પ્રમાણ વધતું જાય છે અને એ રિયલિટી છે. તે બ્યુટીની બાબતમાં અવેર છે પણ હેલ્થની બાબતમાં એટલી અવેર નથી. જો તમે પંદર દિવસે પાર્લરમાં બે કલાક પસાર કરતાં હો તો વીકમાં ચાર કલાક તમારે હેલ્થને પણ આપવા જ જોઈએ. એનું બેસ્ટ રિઝલ્ટ તમને પહેલા જ મહિનાથી જોવા મળશે એની મારી ગૅરન્ટી છે. ફૂડની વાત કન્ટિન્યુ કરું તો હું બને ત્યાં સુધી નવી-નવી ડિશ ટ્રાય નથી કરતી, જેટલું નવું ખાશો એટલું એ ખાવાનું મન થશે. ડાયટ પાળવા માટે જેટલી ઓછી વરાઇટી ચાખી હોય એટલા તમે વધારે હેલ્ધી એવો મારો મૂળ મંત્ર છે.

સવારનો સમય ડિટૉક્સ ટાઇમ છે એ યાદ રાખજો. આમળાં, પાલક, ફુદીના જેવી ગ્રીન શાકભાજીનાં જૂસ પીવા માટે બેસ્ટ ટાઇમ છે એટલે પી શકાય એવાં આ બધાં જૂસ વધારે ને વધારે સવારના સમયે પીવાં જોઈએ.

 

ગોલ્ડન વર્ડ્સ

એક્સરસાઇઝ, ડાયટ અને ઊંઘ અંદર અને બહાર બન્ને જગ્યાએ હેલ્ધી બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 04:32 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK