Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોસ્ટલ રોડ પર માથાફરેલ ડ્રાઇવરે બે વાર રૉન્ગ સાઇડ પર કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા

કોસ્ટલ રોડ પર માથાફરેલ ડ્રાઇવરે બે વાર રૉન્ગ સાઇડ પર કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા

Published : 22 August, 2026 08:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વાર પકડ્યા બાદ પોલીસે છોડી મૂક્યો પછી પોલીસની જ ગાડી લઈને ભાઈએ ધમાલ મચાવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાઉથ મુંબઈમાં કોસ્ટલ રોડ પર રૉન્ગ સાઇડ પર કાર દોડાવનારી માથાફરેલ વ્યક્તિને મલબાર હિલ પોલીસે તાબામાં લીધી હતી અને ગાવદેવી પોલીસ-સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેને પોલીસે સત્તાવાર કાર્યવાહી હાથ ધર્યા બાદ છોડી મૂક્યો હતો, પરંતુ માથાફરેલ ડ્રાઇવર ફરી કોસ્ટલ રોડ પહોંચ્યો હતો અને ત્યાં ઊભેલી પોલીસની કારમાં કોઈ નથી અને ચાવી પણ અંદર છે એ જોઈને પોલીસની જ કાર ઉપાડી ગયો હતો અને ફરીથી કોસ્ટલ રોડ પર ધમાલ મચાવી હતી.
આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે પોલીસ-કારનો નંબર અને બાકીનું વર્ણન કરતી બધી જ માહિતી વાયરલેસ પર આપી હતી. પોલીસે એ મુજબ નાકાબંદી કરીને ડ્રાઇવરને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે છટકેલા ડ્રાઇવરે કોઈને ન ગાંઠતાં કાર ભગાવી મૂકી હતી. 
કાર ભગાવી જતી વખતે ડ્રાઇવર દત્તાત્રેય ઝન્ઝુરતેએ પોલીસ-બૅરિકેડ્સ, ટૂ-વ્હીલર બધાંને જ ઉડાવી દીધાં હતાં અને પૂરઝડપે કાર દોડાવી હતી. આખરે પોલીસે મલબાર હિલથી ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. આ વ્યક્તિએ આમ શા માટે કર્યું એ વિશે પોલીસ તપાસ કરી રહી છે અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોઈને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK