માઇન્ડ ઇટ. દુનિયા તમારી કલ્પના કરતાં પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. લોકો સમજે એ પહેલાં તેમનું કામ મશીન દ્વારા રિપ્લેસ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં આની ઝડપ અત્યારે જે છે એના કરતાં પણ વધવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
માઇન્ડ ઇટ. દુનિયા તમારી કલ્પના કરતાં પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. લોકો સમજે એ પહેલાં તેમનું કામ મશીન દ્વારા રિપ્લેસ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં આની ઝડપ અત્યારે જે છે એના કરતાં પણ વધવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમે સોશ્યલ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં અને ટેક્નૉલૉજીમાં આવી રહેલા બદલાવોને જોઈ રહ્યા છીએ અને જે સ્પીડ સાથે બધું આગળ વધી રહ્યું છે એ બધું જ અમારી કલ્પનાની પણ બહારનું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને આપણા દેશની જનતા હજી પણ હલકામાં જ લઈ રહી છે. આપણે ત્યાં લોકો રીલ જોવામાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ વર્લ્ડનાં ટૉપનાં કૉર્પોરેટ્સનાં ઘણાંબધાં કામ ઑટોમેટેડ રીતે ચાલી રહ્યાં છે. અમારી કંપનીની પહેલાં વાત કરું. અમારી પાસે એક સમયે કોડિંગ અને ડિઝાઇનિંગમાં ૮ લોકોની ટીમ હતી. આજે એ કામ બે જ એમ્પ્લોઈ પહેલાં કરતાં ઝડપથી કરી રહ્યા છે. ગ્લોબલ ક્રાઇસિસ માત્ર વૉરની નથી, બદલાઈ રહેલી ટેક્નૉલૉજીની પણ છે. એવાં અઢળક કામ છે જે પહેલાં માણસના ઇન્ટરવેન્શન વિના કરવાં શક્ય જ નથી એવું મનાતું હતું. એ હવે AI ચપટી વગાડતાં કરી આપે છે. એક-બે દાખલા આપું તમને. આજે કૉલસેન્ટર્સ ૯૦ ટકા AI એજન્ટ દ્વારા મૅનેજ થઈ રહ્યા છે. તમે ધારો કે બૅન્ક કે કોઈ કંપનીના કસ્ટમર કૅરમાં ફોન કરો તો તમારી સમસ્યાનું સમાધાન હવે માણસ નહીં પણ ટ્રેઇન થયેલી AI કરે છે. મારા એક ફ્રેન્ડે AI પાસે એક આખી અલગ ડ્રાઇવ બનાવી નાખી. મશીન હવે મૅન્યુફૅક્ચરિંગ, સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશન ચૅનલ હૅન્ડલ કરી શકે એટલું સ્માર્ટ થઈ ગયું છે અને એની સામે તમે જો ડમ્બ રહી ગયા તો હવે ટકી નહીં શકો.
અમે લોકો આજકાલ ડિસ્કસ કરીએ છીએ કે એવી કઈ સ્કિલ્સ છે જેને AI કૉપી નહીં કરી શકે અને ખરેખર કહું તો એમાં અમારી પાસે ઑપ્શન ઘટતા જાય છે. લોકો એવું માનતા હતા કે હ્યુમન ઇમોશન્સ કે માણસની ક્રીએટિવિટીને AI ક્યારેય રિપ્લેસ નહીં કરી શકે; પણ સૉરી બૉસ, હવે એ પણ થઈ રહ્યું છે. અમે એ બધું લાઇવ જોઈ રહ્યા છીએ જેમાં આખી ફિલ્મ, ડાયલૉગ, મ્યુઝિક, સિનેમૅટોગ્રાફી જેવું બધું જ AIથી બન્યું છે. આજે નહીં તો કાલે ક્રીએટિવ ફીલ્ડમાં પણ અત્યારે છે એના કરતાં સ્ટાફ અડધો અને એથીયે ઓછો થઈ જવાનો. દરેક ફીલ્ડમાં આ બનવાનું છે અને એટલે જ તમે AIના માસ્ટર બનો એ અત્યારની જરૂરિયાત છે. સાથે જ તમારી પોતાની ઓળખ ઊભી કરો એ અત્યારના સમયની જરૂરિયાત છે. હું તો કહીશ કે સોશ્યલ મીડિયા પર તમારી એક સ્ટ્રૉન્ગ પ્રેઝન્સ પર કામ કરો. તમારો ચહેરો જો જાણીતો હશે તો સંભાવના છે કે તમારા બિઝનેસ અથવા તમારી સ્કિલને લોકો તમારાથી આકર્ષાઈને સ્વીકારી લે. તમારી સ્ટ્રૉન્ગ સોશ્યલ મીડિયા પ્રેઝન્સ AI રિપ્લેસ નહીં કરી શકે. ભવિષ્યમાં તમારા માટે એ જ મૉનેટાઇઝેશનનું માધ્યમ બની શકે. AI તમારો સમય બચાવશે અને તમારે એ બચેલા સમયનો તમારા ફ્યુચરને સિક્યૉર કરવા માટે ઉપયોગ કરવાનો છે. જો નહીં કરો તો સર્વાઇવલ અઘરું બનવાનું છે.
