Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીઓ નહીં વધારી શકે રજાના સમયમાં ટિકિટના ભાવ

પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીઓ નહીં વધારી શકે રજાના સમયમાં ટિકિટના ભાવ

Published : 14 May, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાઇવેટ બસોના મનસ્વી ભાડાવધારા સામે કાર્યવાહી કરવા સમિતિની રચનાનો આદેશ

પ્રતાપ સરનાઇક

પ્રતાપ સરનાઇક


મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે પ્રાઇવેટ બસ-ઑપરેટરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયમાં યોજાયેલી એક બેઠક દરમ્યાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મુસાફરોનું આર્થિક શોષણ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

પ્રાઇવેટ બસ-સર્વિસની સમસ્યાઓ અને ગેરકાયદે ઍપ્સના ઉકેલ માટે એક વિશેષ સમિતિની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સમિતિ ભાડાવધારા પર અંકુશ મેળવવા અને મુસાફરોની ફરિયાદોના નિવારણ માટેનાં પગલાં સૂચવતો વિગતવાર રિપોર્ટ રજૂ કરશે.



ખાસ કરીને તહેવારો અને રજાઓની સીઝન દરમ્યાન પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા અનેકગણું ભાડું વસૂલ થવાની ફરિયાદો મળી રહી છે. ઘણી કંપનીઓ ગેરકાયદે મોબાઇલ ઍપ્સ દ્વારા બુકિંગ કરીને મુસાફરો પાસેથી મોટી રકમ પડાવે છે. આવી કંપનીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રતાપ સરનાઈકે સૂચના આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK