હૅકર્સ તમારા ફોનની સીક્રેટ માહિતી ચોરી શકે છે : સરકારની કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમે ચેતવણી આપી
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં મોબાઇલ ફોન સહિતનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની સુરક્ષા માટેની કેન્દ્ર સરકારની નોડલ એજન્સી કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (સીઈઆરટી-ઇન) દ્વારા આઇફોન બાદ હવે ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે ઍન્ડ્રૉઇડના લેટેસ્ટ વર્ઝન પર હૅકર્સની નજર છે. હૅકર્સ તમારા ફોનમાંથી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. એપ્રિલ ૨૦૨૪ના લેટેસ્ટ રિપોર્ટમાં એજન્સીએ જણાવ્યું છે કે સિસ્ટમની ખામી, ગૂગલ પ્લે સિસ્ટમમાં અપડેટ તથા ઍન્ડ્રૉઇડના અન્ય લેટેસ્ટ વર્ઝનના કેટલાક કમ્પોનન્ટ્સની છટકબારીનો ઉપયોગ કરીને હૅકર્સ સેંકડો ફોનમાં વાઇરસ દાખલ કરી શકે છે. આ વાઇરસ ફોનની સિક્યૉરિટીને બાયપાસ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.