Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > દાયકા બાદ ભારતમાં બદલાશે Google Searchનો અંદાજ, આવ્યું નવું AI સર્ચ

દાયકા બાદ ભારતમાં બદલાશે Google Searchનો અંદાજ, આવ્યું નવું AI સર્ચ

Published : 08 July, 2025 03:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Google Searchમાં AI Mode આવી ગયું છે. ગૂગલ આની ટેસ્ટિંગ ઘણો સમય પહેલાથી કરી રહ્યું હતું. કંપનીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે આજથી Google Searchમાં AI Mode બધા માટે લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.

ગૂગલ (ફાઈલ તસવીર)

ગૂગલ (ફાઈલ તસવીર)


Google Searchમાં AI Mode આવી ગયું છે. ગૂગલ આની ટેસ્ટિંગ ઘણો સમય પહેલાથી કરી રહ્યું હતું. કંપનીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે આજથી Google Searchમાં AI Mode બધા માટે લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. AI Mode આવ્યા બાદ સર્ચ હજી વધુ સરળ થઈ જશે અને અહીં AIનો ભરપૂર ઉપયોગ કરવા મળશે. એટલું જ નહીં તમે ગૂગલ સર્ચ AI Modeમાં ફૉલોઅપ પ્રશ્નો પણ પૂછી શકો છો.


જૂનમાં પહેલીવાર કંપનીએ AI Mode શરૂ કર્યું હતું. આ મોડના એનેબલ થયા બાદ હવે યૂઝર્સને AI પાવર્ડ રિસ્પૉન્સ મળશે. ભારતમાં અત્યાર સુધી આને એક્સપરિમેન્ટલ મોડ પર ચલાવવામાં આવી રહ્યું હતું, પણ હવે આ બધાને દેખાશે. હકીકતે, Google Searchની રીત છેલ્લા ઘણાં સમયથી એક જેવી જ જોવા મળતી હતી, જો કે, કંપનીએ કેટલાક ટૅબ્સ અને સેક્શન વગેરે ઉમેર્યા હતા. હવે લગભગ એક દાયકા બાદ Google Searchની રીત એકદમ નવી થવા જઈ રહી છે.



અત્યાર સુધી Google Searchમાં AI Mode યૂઝ કરવા માટે Labs સાઈન અપ કરવું પડતું હતું, પણ હવે આની જરૂર નહીં હોય. કંપનીએ કહ્યું કે AI Modeમાં તે બધા ઑપ્શન્સ હશે જે હાલના ગૂગલ સર્ચમાં મળે છે. પણ રિસ્પૉન્સમાં AI દેખાશે.


ગૂગલ એપ કે ગૂગલ સર્ચના સર્ચ બારમાં AI Modeનું એક નવું ટૅબ દેખાશે. આને ક્લિક કરતા જ તમે એક નવા ઈન્ટરફેસ પર રિડાયરેક્ટ થઈ જશો. કોઈપણ ક્વેરી સર્ચ કરતા જ AI સૌથી પહેલા બધી જ રેલેવેન્ટ વેબસાઈટ્સ સર્ચ કરશે અને પછી તમારી ક્વેરીનો જવાબ લખીને આપશે. રાઈટ હેન્ડ સાઈડમાં તે વેબસાઈટ્સની લિન્ક્સ હશે જ્યાં તમે ક્લિક કરીને તે વેબસાઈટ પર જઈ શકે છે.

એક્સપર્ટ્સ માને છે કે AI Mode આવ્યા બાદ વેબસાઈટ્સના ટ્રાફિકમાં ઘટાડો નોંધાઈ શકે છે. કારણકે પહેલા નૉર્મલ ગૂગલ સર્ચમાં લિન્ક્સ સૌથી ઉપર આવે છે. જો કે, 6 મહિનાથી ગૂગલે AI Overview પણ સર્ચમાં એડ કરી દેવામાં આવ્યું છે જેથી સર્ચ ક્વેરીનો જવાબ AI આપે છે.


થોડાક સમયમાં તમને ગૂગલ એપ પર પણ AI Mode જોવા મળશે જ્યાંથી તમે નૉર્મલ ગૂગલ સર્ચમાં AI Powered રિસ્પૉન્સ મેળવી શકો છો. ગૂગલ હોમ પેજ પર સર્ચ બારની જમણી બાજુએ AI Mode જોવા મળશે જ્યાં ક્લિક કરીને તમે આનો ઉપયોગ કરી શકશો.

Googleના AI Modeથી થશે આ ફાયદા
ઇન્સ્ટેન્ટ સ્માર્ટ રિપ્લાય: Googleના AI Modeની મદદથી યૂઝર્સને અનેક વેબસાઈટ વાંચવાને બદલે સીધું AIથી સમરાઈઝ જવાબ મળે છે.
નેચરલ લૅન્ગ્વેજ સમજે છે: Googleના AI Modeનો બીજો ફાયદો એ છે કે આ નેચરલ લૅન્ગ્વેજ એટલે કે સામાન્ય બોલચાલની ભાષા પણ સમજે છે અને તેનો જવાબ પણ આપી શકે છે. આ માટે કોઈ સ્પેશિયલ કીવર્ડની જરૂર નહીં હોય.
ફૉલોઅપનું પણ આપે છે સજેશન: Googleના AI Modeનો એક અન્ય ફાયદો એ પણ છે કે આ સંબંધિત પ્રશ્ન કે આગામી પ્રશ્નનો ઑપ્શન પણ આપે છે, જેની મદદથી તમારા સમયની બચત થાય છે.
મલ્ટીપલ રિસૉર્સનો ઉપયોગ: AI Mode યૂઝર્સની જરૂરિયાત માટે મલ્ટીપલ અને ઑથેન્ટિક વેબસાઈટ્સ પરથી ડેટા કલેક્ટ કરે છે. ત્યાર બાદ AI Modeમાં તમને બહેતર જવાબ આપી શકે છે.

perplexityનું શું થશે?
હકીકતે Perplexity ઘણાં સમયથી AI સર્ચ એક્સ્પીરયન્સ આપે છે. આ કંપની ઘણો સમય પહેલાથી જ AI સર્ચ ફીચર આપી રહી છે અને કદાચ આ જ કારણે Perplexity આજે ખૂબ જ પૉપ્યુલર છે. પણ જાણીતું છે કે ગૂગલ સર્ચ નંબર 1 છે અને હવે અહીં પણ યૂઝર્સને Perplexity જેવો જ અનુભવ મળશે. એટલે કે કોઈપણ ક્વેરી તમે ગૂગલ સર્ચમાં લખશો તો તરત AIની મદદથી ગૂગલ જવાબે સમરાઈઝ કરી દેશે અને તમે ફૉલો અપ ક્વેશ્ચન્સ પણ પૂછી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2025 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK