Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > આઇફોનમાંથી નકામા સ્ટોરેજને કેવી રીતે ફ્રી કરશો?

આઇફોનમાંથી નકામા સ્ટોરેજને કેવી રીતે ફ્રી કરશો?

28 May, 2021 03:05 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા ઍપ્લિકેશનની સાથે ઑનલાઇન શૉપિંગ ઍપ્સ પણ કેશ ફાઇલ્સ અને લૉગ્સ બનાવે છે જે સ્ટોરેજ રોકે છે

આઇફોનમાંથી નકામા સ્ટોરેજને કેવી રીતે ફ્રી કરશો?

આઇફોનમાંથી નકામા સ્ટોરેજને કેવી રીતે ફ્રી કરશો?


ટેક્નોપ્રેમી યંગસ્ટર્સ માટે આજે સ્માર્ટફોનની બૅટરી લો થઈ ગયા બાદ સૌથી મોટો પ્રૉબ્લેમ કોઈ હોય તો એ સ્ટોરેજનો છે. એમાં પણ આઇફોન યુઝર્સ માટે એ સૌથી મોટી સમસ્યા છે, કારણ કે એમાં સ્ટોરેજ એક્સપેન્ડેબલ નથી હોતું. આઇફોનની કિંમત ખૂબ જ વધુ છે એથી થોડી ઓછી કિંમતમાં પણ યુઝર્સ ઓછા જીબી (ગીગાબાઇટ્સ)નો આઇફોન લેવાનું પસંદ કર છે. આ સ્ટોરેજ ફુલ થઈ જતાં ફોટો પાડતી વખતે ઘણી વાર સ્ટોરેજ ફુલ હોવાનો મેસેજ આવતાં ફોટો પણ ક્લિક નથી કરી શકાતો. જોકે આ સ્ટોરેજમાં આઇફોનમાં અધર્સ કૅટેગરીમાં પણ ઘણું સ્ટોરેજ રોકાયેલું હોય છે. ઍપ્સ, મ્યુઝિક, ફોટોસ અને અધર્સ એમ જુદી-જુદી કૅટેગરીમાં સ્ટોરેજને ડિવાઇડ કરવામાં આવે છે. આ અધર્સના સ્ટોરેજને ડિલીટ કરીને તમે તમારા ડેટા ડિલીટ કર્યા વગર પણ સ્ટોરેજ ફ્રી કરી શકો છે. આ સમસ્યાનું પણ નિવારણ છે.
અધર્સમાં ડેટા આવ્યો ક્યાંથી?


આ અધર્સમાંના સ્ટોરેજમાં મોટા ભાગે કેશ ફાઇલ્સ, લૉગ્સ અને રિસોર્સનો સમાવેશ થાય છે. વાઇફાઇ કનેક્શન સાથે કનેક્ટ કરતી વખતે અથવા તો બ્લુટૂથ સાથે કનેક્ટ કરતી વખતે પણ આવી ફાઇલ્સ બને છે. ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ, ફેસબુક અને ટ્વિટર જેવી ઍપ્લિકેશન સૌથી વધુ આવી ફાઇલ્સને સ્ટોર કરે છે. ઇમેજની કેશ ફાઇલ્સની સાથે વિડિયોની ઘણી કેશ ફાઇલ્સ બને છે. ઇન્સ્ટાગ્રામ્સના રીલ્સ જોવાથી પણ આવું સ્ટોરેજ વધતું રહે છે. ઘણી ઍપ્લિકેશન એના પેજના ડેટાને સ્ટોર રાખે છે, જેથી બીજી વાર તમે જ્યારે એ ઍપ્લિકેશન ઓપન કરો ત્યારે તમને એ ડેટા બફરિંગ વગર દેખાય. આ પ્રોસેસમાં ઘણી સ્ટોરેજનો ઉપયોગ થાય છે.

બૅકઅપ ઍન્ડ રીસ્ટોર
આ માટે સૌથી પહેલાં આઇફોનનું બૅકઅપ લેવું. બૅકઅપ લીધા બાદ સૌથી પહેલાં આઇફોનને ઑલ ડેટા એન્ડ નેટવર્ક રીસેટ મારવું. આ કર્યા બાદ ફરી બૅકઅપને રીસ્ટોર કરી દેવું. આ બૅકઅપ અને રીસ્ટોરની પ્રોસેસ સમય માગી લે એમ છે, પરંતુ એ પ્રોસેસમાં મોટા ભાગની કેશ ફાઇલ્સ અને લૉગ્સ ડિલીટ થઈ જશે.

સ્ટોરેજ પ્રિવેન્શન
આ સ્ટોરેજમાં સૌથી મોટો હાથ સોશ્યલ મીડિયા ઍપ્લિકેશનનો હોય છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્લિકેશન ઓપન કરવાની સાથે આ સ્ટોરેજ વધવાની શરૂ થઈ જાય છે. આ માટે સેટિંગમાં જઈ જનરલમાં જઈને આઇફોન સ્ટોરેજ વિકલ્પ પસંદ કરવો. ત્યાર બાદ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્લિકેશનને ઓપન કરવી. આ ઍપ્લિકેશન ઓપન કરવાથી તમને ઍપ્લિકેશનની સાઇઝ દેખાશે અને એની નીચે ડૉક્યુમેન્ટ ઍન્ડ ડેટા જોવા મળશે. આ ડૉક્યુમેન્ટ ઍન્ડ ડેટા તમારા સ્ટોરેજને સતત વધારતા હોય છે. સોશ્યલ મીડિયાની સાથે ઍમેઝૉન અને મિંત્રા જેવી ઑનલાઇન શૉપિંગ ઍપ્લિકેશન પણ ઘણા ડેટાને સ્ટોર કરે છે. આ ઍપ્લિકેશન 
ઇમેજની કેશ ફાઇલ્સ બનાવે છે. ઘણી વાર ઍપ્લિકેશનની સાઇઝ કરતાં ડૉક્યુમેન્ટ અને ડેટાની સાઇઝ વધુ હોય છે. ઘણી ઍપ્લિકેશન આ ડેટાને ડિલીટ કરવા માટેનો ઑપ્શન નથી આપતી. આથી યુઝર્સે આવી ઍપ્લિકેશનને એક વાર ડિલીટ કરીને ફરી ઇન્સ્ટૉલ કરવી, જેથી ઘણું સ્ટોરેજ ફ્રી થઈ જશે.
વેબ બ્રાઉઝરની હિસ્ટરી
આઇફોનમાં મોટા ભાગના યુઝર્સ સફારી વેબ બ્રાઇઝરનો ઉપયોગ કરતા હોય છે. આ સફારીમાં હિસ્ટરીમાં જઈને ઑલ હિસ્ટરી ડિલીટ કરી દેવી. આ ડિલીટ કરવાથી કેશ ફાઇલ્સ, કૂકીઝ અને વેબપેજને ડિલીટ કરી દેશે જેનાથી સ્ટોરેજ ફ્રી થશે. ગૂગલ ક્રોમ અને ફાયર ફૉક્સનો ઉપયોગ કરનાર પણ આ રીતે હિસ્ટરીને ડિલીટ કરીને સ્ટોરેજ ફ્રી કરી શકે છે.
આઇમેસેજ ડિલીટ

ટેક્સ્ટમેસેજ ઓછું સ્ટોરેજ રોકે છે, પરંતુ આઇમેસેજમાં આવતા ફોટો અને વિડિયો વધુ સ્પેસ રોકે છે. બે આઇફોન યુઝર્સ વચ્ચે આ મેસેજ ઍપ્લિકેશન વૉટ્સઍપની જેમ જ કામ કરે છે. આથી આ ડેટા પણ વધુ જગ્યા રોકે છે. આથી સેટિંગ્સમાં જઈને મેસેજમાં જઈને મેસેજ હિસ્ટરીમાં ફોરએવરની જગ્યાએ 30 દિવસ અથવા તો એક વર્ષ પસંદ કરી દેવુ. આમ કરવાથી મેસેજ એ સમય બાદ ઑટોમેટિક ડિલીટ થતા રહેશે અને સ્ટોરેજની પણ સમસ્યા નહી રહે.

ઑફલોડ ઍપ્લિકેશન
આઇફોનમાં એક ફીચર ઑફલોડ ઍપ્લિકેશન છે. આ ફીચરની મદદથી યુઝર્સ વધુ ઉપયોગમાં ન હોય એવી ઍપ્લિકેશનને ઑફલોડ કરી શકે છે. આ ઍપ્લિકેશનને ઑફલોડ કરવાથી એનો ડેટા સ્ટોર રહેશે, પરંતુ ઍપ્લિકેશનની જે સાઇઝ છે એ સ્ટોરેજ ફ્રી થઈ જશે. ઍપ્લિકેશન જરૂર પડ્યે ફરી ઇન્સ્ટૉલ કરવાની સાથે જ આ ડેટાનો યુઝર્સ ફરી ઉપયોગ કરી શકશે. જોકે એ ઍપ્લિકેશન ઍપસ્ટોરમાં જે-તે સમયે લિસ્ટેડ હોવી જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2021 03:05 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK