પ્રારંભિક તપાસના આધારે, SPFને કોઈ ગેરરીતિની શંકા નથી." નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ તપાસમાં વધુ ત્રણ મહિના જેટલો સમય અથવા તેના કરતાં વધુ પણ લાગી શકે છે, અને તે પછી, તારણો સિંગાપોરના સ્ટેટ કોરોનરને સુપરત કરવામાં આવશે.
ઝુબીન ગર્ગ અને સિંગાપોર પોલીસે શૅર કરેલું નિવેદન
આસામ અને બૉલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગનું ગયા મહિને સિંગાપોરમાં અવસાન થયું હતું. તેમના મૃત્યુ કેસમાં, સિંગાપોર પોલીસે એક નિવેદન શૅર કર્યું છે કે, તેમની પ્રારંભિક તપાસના આધારે, ગર્ગના મૃત્યુ અંગે કોઈ ગેરરીતિ મળી નથી. સિંગાપોર પોલીસના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સિંગાપોર પોલીસ દળ ઝુબીન ગર્ગના મૃત્યુના સંજોગો અંગે ઓનલાઈન ફરતી અટકળો અને ખોટી માહિતીથી વાકેફ છે. હાલમાં સિંગાપોરના કોરોનર્સ ઍક્ટ 2010 અનુસાર SPF દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસના આધારે, SPFને કોઈ ગેરરીતિની શંકા નથી." નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ તપાસમાં વધુ ત્રણ મહિના જેટલો સમય અથવા તેના કરતાં વધુ પણ લાગી શકે છે, અને તે પછી, તારણો સિંગાપોરના સ્ટેટ કોરોનરને સુપરત કરવામાં આવશે. "SPF આ કેસમાં સંપૂર્ણ અને વ્યાવસાયિક તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આમાં સમય લાગે છે. અમે સંડોવાયેલા પક્ષકારો પાસેથી ધીરજ અને સમજણની અપેક્ષા રાખીએ છીએ. દરમિયાન, અમે જનતાને અનુમાન ન કરવા અને ચકાસણી વિનાની માહિતી શૅર માટે વિનંતી કરીએ છીએ," તેમણે નિવેદનમાં જણાવ્યું હતું.
#JusticeforZubeenGarg સિંગાપોરના પીએમની ફેસબુક પોસ્ટ્સ પર સિંગરના ચાહકોનો આક્રંદ
ADVERTISEMENT
ઝુબીન ગર્ગના ચાહકો ફેસબુક પર સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગના ટિપ્પણી વિભાગને સ્પામ કરી રહ્યા છે. ધ આસામ ટ્રિબ્યુન અને ધ સેન્ટીનેલ જેવા મીડિયા પોર્ટલ અનુસાર, વોંગનું ફેસબુક એકાઉન્ટ તેમની પોસ્ટ્સ પર `#JusticeForZubeenGarg` ટિપ્પણીઓના સ્પામિંગને કારણે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું.
ઝુબીન ગર્ગ મૃત્યુ કેસ ધરપકડ
આ દરમિયાન, ઝુબીનના મૃત્યુની તપાસમાં આસામમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાંચ શંકાસ્પદોમાં નોર્થઈસ્ટ ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, ગર્ગના મૅનેજર સિદ્ધાર્થ શર્મા, પોલીસ અધિકારી અને પિતરાઈ ભાઈ સંદીપન ગર્ગ અને તેમના બે અંગત સુરક્ષા અધિકારીઓ, નંદેશ્વર બોરા અને પરેશ વૈશ્યનો સમાવેશ થાય છે. બુધવારે, તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે પાંચ આરોપીઓને ત્યાં લાવવામાં આવ્યા ત્યારે ઝુબીનના ચાહકો બક્સા જિલ્લા જેલની બહાર ભેગા થયા હતા. તેમણે આરોપીઓને લઈ જતી પોલીસ કાફલા પર પથ્થરમારો કર્યો અને સેન્ડલ ફેંક્યા હતા.
ચાહકો થયા ભાવુક
આસામના બાવન વર્ષના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ રવિવારની સવારે દિલ્હીથી ગુવાહાટી ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. ઝુબીન ગર્ગની અંતિમ વિદાય વખતે તેના હજારો ચાહકોએ ગુવાહાટીના રસ્તાઓ પર આવીને તેને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ઝુબીન ગર્ગની અંતિમ વિદાયનો વીડિયો પણ શૅર કર્યો. સિંગરને અંતિમ વિદાય આપવા માટે રાજ્યભરમાંથી હજારો ફૅન્સ ગુવાહાટીમાં એકઠા થયા હતા.

