બંગલાદેશને ૧૦ વિકેટે કચડીને અજેય અભિયાન આગળ વધાર્યું કાંગારૂઓએ
આૅસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમની કૅપ્ટન એલીઝા હીલી અને ફોબી લિચફીલ્ડે ૨૦૨ રનની મૅચવિનિંગ ઓપનિંગ ભાગીદારી કરી હતી. હીલીએ ૧૧૩ અને લિચફીલ્ડે ૮૪ રન ફટકાર્યા હતા.
વિશાખાપટનમમાં ગઈ કાલે બંગલાદેશ સામે ૧૦ વિકેટે જીત નોંધાવીને ઑસ્ટ્રેલિયાએ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી હતી. બંગલાદેશે ૯ વિકેટ ગુમાવીને ૧૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કૅપ્ટન એલીઝા હીલી અને ફોબી લિચફીલ્ડે ૨૪.૫ ઓવરમાં ૨૦૨ રનની ઓપનિંગ ભાગીદારી કરીને કાંગારૂ ટીમને પહેલી સેમી ફાઇનલિસ્ટ ટીમ બનાવી છે.
એલીઝા હીલીએ ૨૦ ફોરની મદદથી ૭૭ બૉલમાં ૧૧૩ રન કર્યા હતા, જ્યારે ફોબી લિચફીલ્ડે ૭૨ બૉલમાં ૧૨ ફોર અને એક સિક્સરના આધારે ૮૪ રન ફટકાર્યા હતા. પાંચ મૅચમાંથી ચાર જીત અને એક નો-રિઝલ્ટ મૅચના આધારે ઑસ્ટ્રેલિયાએ ૯ પૉઇન્ટની મદદથી પૉઇન્ટ ટેબલમાં નંબર-વનનું સ્થાન મેળવી લીધું છે. બંગલાદેશ પાંચમાંથી માત્ર એક જીત અને હૅટ-ટ્રિક હારને કારણે બે પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. બંગલાદેશ ટોપ-ફોરમાં સ્થાન મેળવવાની રેસમાંથી ઑલમોસ્ટ બહાર થઈ ગયું છે.
ADVERTISEMENT
8
સૌથી વધુ આટલી વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીત નોંધાવી.

