World Environment Day Tips: જ્યારે પર્યાવરણ સંરક્ષણની વાત આવે છે, ત્યારે કોઈ પણ પગલું નાનું નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે વિશ્વ પ્રદૂષણ, જૈવવિવિધતાના નુકસાન અને આબોહવા પરિવર્તનના બહુપક્ષીય સંકટનો સામનો કરી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
જ્યારે પર્યાવરણ સંરક્ષણની વાત આવે છે, ત્યારે કોઈ પણ પગલું નાનું નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે વિશ્વ પ્રદૂષણ, જૈવવિવિધતાના નુકસાન અને આબોહવા પરિવર્તનના બહુપક્ષીય સંકટનો સામનો કરી રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટામાં જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ઇલેક્ટ્રોનિક કચરો (ઈ-વેસ્ટ) માં વધારો થયો હોવાનું બહાર આવ્યું ત્યારે ચિંતાજનક આંકડા પ્રકાશમાં આવ્યા, જે 2019-20 માં 1.01 મિલિયન મેટ્રિક ટનથી 2023-24 માં 1.751 મિલિયન મેટ્રિક ટન થયો હતો. આ વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) પર, કેટલાક પગલાં લેવાનો દ્રઢ સંકલ્પ આપણને વધતા પોલ્યુશનને ઘટડવામાં મદદ કરી શકે છે. સુશીલ મોટવાણી (આયટેક્સેલ પ્રા. લિ.ના સ્થાપક અને ફોર્મોવીના સત્તાવાર ભારત પ્રતિનિધિ) દ્વારા તમારા ઘરને હરિયાળું અને સ્વસ્થ બનાવવા માટેની પાંચ ટિપ્સ આપે છે:
તમારા મનોરંજન સાધનો પર પુનર્વિચાર કરો
શું તમે જાણો છો કે મોટી સ્ક્રીનવાળા ટીવી, જો ખોટી રીતે નિકાલ કરવામાં આવે તો, પારો જેવા જોખમી પદાર્થોને કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. જૂના મૉડલોમાં સીસા જેવા ઝેરી પદાર્થો હોય છે જે માટી અને પાણીને દૂષિત કરી શકે છે અને ઇકોસિસ્ટમને જોખમમાં મૂકી શકે છે. ટીવીના બધા ઘટકો સરળતાથી રિસાયકલ કરી શકાતા નથી અને ઇ-કચરાનું સક્રિય રીતે સંચાલન કરવાનો એક રસ્તો એ છે કે લીલા, પર્યાવરણ-સંવેદનશીલ ઉપકરણોમાં રોકાણ કરવું અને જૂના ઇલેક્ટ્રોનિક્સનો જવાબદારીપૂર્વક નિકાલ અને રિસાયકલ કરવું. નવા યુગના પ્રૉજેક્ટર, ખાસ કરીને જે LED અથવા લેસર લાઇટ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, તે વધુ લીલા લાભો પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ફોર્મુવી (Formovie)પ્રૉજેક્ટર, જેમ કે સિનેમા એજ ( Cinema Edge), થિયેટર પ્રીમિયમ (Theatre Premium), ઝમિંગ ઍપિસોડ વન (Xming Episode One) અને પેજ વન (Page One), ઓછી ઉર્જા વાપરે છે અને આંખના સ્વાસ્થ્ય માટે વધુ સારા છે કારણ કે તે બ્લૂ લાઇટ એક્સપોઝર સંપર્કને ઘટાડે છે. આધુનિક પ્રૉજેક્ટર ઘણીવાર પર્યાવરણને અનુકૂળ સામગ્રી તેમજ લીલા ઉત્પાદન પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે, જે કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ પ્રૉજેક્ટર્સ ઓછી ગરમી ઉત્પન્ન કરે છે અને ન્યૂનતમ જાળવણીની જરૂર પડે છે.
ADVERTISEMENT
ઉર્જા-કાર્યક્ષમ લાઇટિંગ અને ઉપકરણો અપનાવો
ઉર્જા-કાર્યક્ષમ લાઇટિંગ અને ઉપકરણો માત્ર ઉર્જા બિલ અને કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટાડી શકે છે. LED બલ્બ અને કૉમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ (CFL) બલ્બ કરતાં ઓછી ઉર્જા વાપરે છે અને લાંબા સમય સુધી ચાલે છે. BEE સ્ટાર લેબલવાળા ઇલેક્ટ્રિકલ ઉપકરણો ઊર્જા કાર્યક્ષમતા ધોરણો દર્શાવે છે. ડીશવૉશર અને વૉશિંગ મશીન પસંદ કરો જે ઓછા પાણીનો ઉપયોગ કરે. એ પણ મહત્ત્વપૂર્ણ છે કે જ્યારે ઉપકરણો ઉપયોગમાં ન હોય ત્યારે તેમને અનપ્લગ કરીએ. સોલાર ફોટોવોલ્ટેઇક પેનલ્સ પણ એક વ્યવહારુ વિકલ્પ છે કારણ કે તે આપણા ઘરોમાં વિવિધ ઉર્જા જરૂરિયાતો પૂરી કરી શકે છે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિકને `ના` કહો
ત્રણ વર્ષ કરતાં વધુ સમય પહેલાં, ભારતે સિંગલ-યુઝ પ્લાસ્ટિક (SUP) પર દેશવ્યાપી પ્રતિબંધ લાદ્યો હતો, પરંતુ ભારત હજી પણ વિશ્વનો પાંચમો સૌથી મોટો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરતો દેશ છે, જે દર વર્ષે લગભગ 3.5 મિલિયન ટન ઉત્પન્ન કરે છે. મોટી સંખ્યામાં લોકો કરિયાણાની હેરફેર માટે પ્લાસ્ટિક બેગ પર આધાર રાખે છે. સ્ટ્રૉ, નિકાલજોગ કટલરી, પાણીની બોટલો અને મલ્ટિલેયર પેકેજિંગને લેન્ડફિલ્સ, નદીઓ અને સમુદ્રોમાં જતા અટકાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો. પ્લાસ્ટિક પર્યાવરણ પર ભારે અસર કરે છે અને તે આપણી ખાદ્ય શૃંખલામાં પણ ઘૂસી ગયું છે. આપણી પોતાની શૉપિંગ બૅગ, કટલરી, સ્ટીલ બોટલો અને કોફી મગ લઈને, આપણે દરરોજ ઉત્પન્ન થતા પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ.
પાણી બચાવો
પાણી મર્યાદિત સ્ત્રોત છે, તેથી આપણે પાણીના ઉપયોગ અને વપરાશમાં સમજદારી રાખવી જોઈએ. અને કારણ કે પાણીનું દરેક ટીપું કિંમતી છે, આપણે લીક થતા નળને ઠીક કરવા જોઈએ, પાણી બચાવતા નળ અને શાવરહૅડનો ઉપયોગ કરવો જોઈએ. આપણે વરસાદી પાણીના સંગ્રહની રીતો પણ શોધી શકીએ છીએ અને શાકભાજી વગેરે ધોવાથી પાણીનો ફરીથી ઉપયોગ આપણા છોડને પાણી આપવા માટે કરી શકીએ છીએ. ઘરમાં વપરાતું કોઈપણ પાણી (શૌચાલયના પાણી સિવાય), બગીચામાં ફરીથી વાપરી શકાય છે. જરૂર પડે ત્યારે જ તમારા લૉન કે ગાર્ડનને પાણી આપવું અને તેને ઊંડે સુધી પલાળવું એ સમજદારીભર્યું છે. આમાં લૉનને પૂરતા સમય સુધી પાણી આપવાનો સમાવેશ થાય છે જેથી પાણી મૂળ સુધી પહોંચે જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય. દિવસના ઠંડા ભાગો દરમિયાન છોડને પાણી આપવું વધુ સારું છે કારણ કે ગરમીમાં ભેજ બાષ્પીભવન થશે.
ત્રણ `R` પ્રક્રિયાની પ્રેક્ટિસ કરો
`રીડ્યુસ, રીયુઝ અને રિસાઈકલ` (Reduce, Re-use, Recycle)ના સરળ સિદ્ધાંતો આપણા સંસાધન વપરાશના દાખલાઓ અને આપણે કચરો ઉત્પન્ન કરવાની રીતને બદલી શકે છે. આપણે ભાનપણે ફાસ્ટ ફૅશનનો વપરાશ ઘટાડવાનું, ઑનલાઈન શૉપિંગ ઓછું કરવાનું અને ઓછા પેકેજિંગ સાથે ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ખરીદવાનું પસંદ કરી શકીએ છીએ. આપણે જૂની વસ્તુઓને રિસાઈકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. ડેનિમને ટૉટ બેગ (Tote Bag) બનાવવા માટે રિસાયક્લિંગ કરવા, જૂના કપડાંનો ઉપયોગ કપડાં અથવા દિવાલ પેનલ બનાવવા માટે, ઇલેક્ટ્રોનિક્સને ફેંકી દેવાને બદલે રિપેર કરવા, ફર્નિચરનો ફરીથી ઉપયોગ કરવા, બૉટલોને લેમ્પમાં ફેરવવા જેવા વિચારો આજે સારા કારણોસર લોકપ્રિયતા મેળવી રહ્યા છે. જૂની વસ્તુઓનો ઉપયોગ કરવાની નવી રીતો શોધવી જે અન્યથા ફેંકી દેવામાં આવી હોત તે પર્યાવરણ માટે સારી છે. કચરાના પદાર્થોનું સર્જનાત્મક રીતે રિસાયક્લિંગ કરવું એ સમયની જરૂરિયાત છે અને પર્યાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર ઘટાડી શકે છે.

