U.S. Consulate Mumbai Hosts Finale of Semiconductor Roundtable Series: અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ મુંબઈ અને IACC દ્વારા જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનો સમારોહ યોજાયો. કૉન્ફરન્સ શેના વિશે હતી? વિગતો અહીં વાંચો.
અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા યોજાયેલ કૉન્ફરન્સ
અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ મુંબઈ ( U.S. Consulate General Mumbai) અને IACC (Indo-American Chamber of Commerce)દ્વારા જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનો સમારોહ યોજાયો. અમેરિકા અને ભારત વચ્ચેની ટેકનૉલોજી સહભાગિતા મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઈ, ઈન્ડો-અમેરિકન ચેમ્બર્સ ઑફ કૉમર્સ (IACC) અને શારદુલ અમરચંદ મંગલદાસ એન્ડ કં. (SAM)ના સહયોગથી આયોજિત ચાર શહેરોની સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનો અંતિમ સમારંભ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો.
આ મહત્ત્વના ઇવેન્ટમાં સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના આગેવાનોએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુ.એસ.-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવીનતા અને સહયોગના માર્ગને આગળ વધારવાનો રહ્યો.
ADVERTISEMENT
ટ્રમ્પ-મોદીની TRUST પહેલ હેઠળ ટેક સહયોગને મજબૂતી
અંતિમ સમારંભમાં યુ.એસ. કોન્સ્યુલ જનરલ માઇક હેન્કી અને ઑફિસ ઑફ સ્પેશિયલ એન્વોય ફૉર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (S/TECH) ના સીનિયર એડવાઈઝર જેરેડ મોન્ડશેઇનએ સુરક્ષિત અને સ્થિર સપ્લાય ચેઇનના મહત્વ પર ભાર મૂક્યો. તેઓએ જણાવ્યું કે, આ રાઉન્ડટેબલ TRUST(Transforming the Relationship Utilizing Strategic Technology) પહેલને મજબૂત બનાવે છે, જેનું શુભારંભ 2025ના ફેબ્રુઆરીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
માઈક હેન્કીએ કહ્યું, “સેમિકન્ડક્ટર ઉદ્યોગ વૈશ્વિક નવીનતાના ભવિષ્યમાં કેન્દ્રસ્થાન ધરાવે છે અને ભારત—વિશેષ કરીને પશ્ચિમ ભારત—એ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ રાઉન્ડટેબલને કારણે સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે જરૂરી સંવાદ શક્ય બન્યો છે.”
ફાર્મા, AI અને સપ્લાય ચેઇનમાં પણ સહયોગની દિશા
આ ઉપરાંત, જેરેડ મોન્ડશેઇને ઈન્ડસ્ટ્રી લીડરો સાથે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ (Pharmaceutical Manufacturing), સપ્લાય ચેઇન રીઝિલિયન્સ (Supply Chain Resilience) અને TRUST હેઠળ બનાવાયેલા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડમૅપ ( AI Infrastructure Roadmap) ના અમલ અંગે પણ ચર્ચાઓ કરી. તેઓએ જણાવ્યું, “અમારું મુખ્ય લક્ષ્ય TRUST પહેલના વિવિધ ટૅક સેક્ટર્સ (Tech Sectors) માં ઉપયોગી અમલ લાવવાનું છે. પશ્ચિમ ભારતમાં થયેલા સંવાદ ભવિષ્યના ટૅક સહયોગ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.”
AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોડમૅપ અને વ્હાઇટ પેપર રિલીઝ
TRUST હેઠળ શરૂ થયેલો AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોડમૅપ ભારત અને અમેરિકા વચ્ચે AI ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ અને યુ.એસ. કંપનીઓના મોટા રોકાણને પ્રોત્સાહન આપે છે. આ પહેલ દ્વારા અમેરિકા ભારતનો “AI પાર્ટનર ઑફ ચોઇસ” (AI partner of choice) બનવા માટે પ્રતિબદ્ધ છે.
આ અંતિમ સમારંભ દરમિયાન સેમિકન્ડક્ટર ક્ષેત્રે જ્ઞાનવર્તન, વર્કફૉર્સ ડેવલપમેન્ટ અને જવાબદાર નવીનતા માટે સહયોગના માર્ગ દર્શાવતા વ્હાઇટ પેપરનું વિમોચન પણ કરવામાં આવ્યું.
આ રાઉન્ડટેબલ સિરીઝનો પ્રારંભ મુંબઈમાં 15 જાન્યુઆરીએ થયો હતો અને તેમાં નાગપુર, પુણે અને અમદાવાદ જેવા શહેરોમાં બેઠક યોજાઈ હતી. સમગ્ર સિરીઝ ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતા માટે પડકારો ઓળખી તેના ઉકેલ લાવવાનો પ્રયાસ રહી છે.
આ કાર્યક્રમમાં બોલતા, કોન્સ્યુલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, "સેમિકન્ડક્ટર ઉદ્યોગ વૈશ્વિક નવીનતાના ભવિષ્યમાં કેન્દ્રસ્થાને છે, અને ભારત, ખાસ કરીને પશ્ચિમ ભારત, એક નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ રાઉન્ડ ટેબલ શ્રેણીએ સરકાર, શિક્ષણવિદો અને વ્યવસાયિક નેતાઓ વચ્ચે આવશ્યક વાતચીતોને સક્ષમ બનાવી છે. તે આર્થિક સુરક્ષાથી લઈને વૈશ્વિક સપ્લાય ચેઇન સુધીના દરેક ક્ષેત્રમાં યુએસ-ભારત સંબંધોને મજબૂત બનાવે છે. TRUST હેઠળ આ સંવાદને સમર્થન આપવા બદલ અમને ગર્વ છે."

