અહીં હેડિંગમાં જે ડાયલૉગ છે એ ડાયલૉગ તેર વર્ષની એક ટીનેજરનો છે. આ ડાયલૉગ સાંભળ્યા પછી જરા વિચારો કે એ પપ્પાની હાલત શું થઈ હશે જે એમ જ માને છે કે તેમની દીકરી તો હજી સેવન્થ કે એટ્થમાં ભણે છે?
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અહીં હેડિંગમાં જે ડાયલૉગ છે એ ડાયલૉગ તેર વર્ષની એક ટીનેજરનો છે. આ ડાયલૉગ સાંભળ્યા પછી જરા વિચારો કે એ પપ્પાની હાલત શું થઈ હશે જે એમ જ માને છે કે તેમની દીકરી તો હજી સેવન્થ કે એટ્થમાં ભણે છે?
હવે કરવું શું?
ADVERTISEMENT
આ પ્રશ્ન લઈને સુરતના ડાયમન્ડના એક બહુ મોટા બિઝનેસમૅન મારી પાસે આવ્યા. તે જ્યારે મળવા આવ્યા ત્યારે તેમના રીતસર શ્વાસ ફૂલી ગયા હતા. કોઈ પણ ઘડીએ તે રડી પડવાની તૈયારીમાં હતા. બસ, ખભા પર હાથ મૂકવાની વાર હતી. વાત કરતી વખતે પણ તેમના શબ્દો ધ્રૂજતા હતા. તેમને શાંતિથી સાંભળ્યા પછી મેં તેમને કહ્યું કે સૌથી પહેલાં તો તમે એક વાત સમજી લો કે તમારી ડૉટરે તમને જે કહ્યું એમાં કોઈ નવી વાત નથી અને આ પ્રકારના પ્રશ્નનો સામનો તમે એકલા કરતા નથી, આજના સમયમાં ઑલમોસ્ટ દરેક બીજા પેરન્ટ્સની સામે આ પ્રશ્ન આવે છે એટલે તમે પહેલાં તો એકદમ હળવા થઈ જાઓ અને મનમાંથી કાઢી નાખો કે દીકરી કંઈ ખોટું પગલું ભરી બેસશે, જો તમે તમારા વ્યવહાર અને લાગણીમાં સુધારો કરશો કે પછી તેને જોઈએ છે એ મુજબ તેની સામે મૂકવાનું શરૂ કરશો તો ચોક્કસપણે તમારી દીકરીના મનમાંથી આ બધી વાતો નીકળી જશે અને તે ફરીથી પોતાની કરીઅર પર ફોકસ કરશે.
ટીનેજ દરમ્યાન હૉર્મોન્સ ચેન્જ થતાં હોવાના કારણે બાળકનું ઑપોઝિટ ઍટ્રૅક્શન શરૂ થાય છે. આ પ્રકારની વાત જે પણ પેરન્ટ્સે સહન કરવી પડી છે કે જે સહન કરે છે તેમને પહેલાં તો એ સૂચન કરવાનું કે તમે ખુશ થાઓ કે તમારું સંતાન નૉર્મલ છે અને તે ઑપોઝિટ ઍટ્રૅક્શનની સાચી દિશામાં આગળ વધે છે. જરા વિચારો કે ટીનેજર દીકરી ઘરે આવીને કહે કે મને મારી પેલી ફ્રેન્ડ બહુ ગમે છે અને મારે તેની સાથે મૅરેજ કરવાં છે તો તમે શું કરો? સ્વાભાવિક છે કે એ સમયે તમે હસી લેશો પણ ભવિષ્યમાં ઊભી થઈ શકે એવી તકલીફ વિશે નહીં વિચારો. કહેવાનો ભાવાર્થ એ કે જો ટીનેજ બાળક આ પ્રકારની ઑપોઝિટ ઍટ્રૅક્શનની વાત કરે તો તેને ખરાબ રીતે લેવાને બદલે પહેલાં તો મનને સકારાત્મક ભાવ આપો કે તમારું બાળક નૉર્મલ છે અને એ પછી બાળકને સાચી દિશામાં વાળવાનું કામ કરો. ટીનેજમાં બાળકને પ્રાયોરિટી જોઈતી હોય છે. જો એ પ્રાયોરિટી તેને બહારથી મળવા માંડે તો એ બહાર તરફ ખેંચાવા માંડશે પણ ઘરમાં જ જો તેને એટલું મહત્ત્વ મળે, પ્રાયોરિટીમાં પહેલા ક્રમ પર રહેવા માંડે તો બાળકના મનમાંથી બધા વિચારો નીકળી જશે અને તે સાચી વાતમાં ફોકસ વધારીને આગળ વધશે.


