Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > બધા ફક્ત પ્લેઝર માટે જ પૉર્ન જુએ એવું નથી

બધા ફક્ત પ્લેઝર માટે જ પૉર્ન જુએ એવું નથી

Published : 17 December, 2025 01:24 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

હા, તમે સાચું વાંચ્યું. ઘણી વાર લોકો પૉર્નના ઍડિક્શનમાં પ્લેઝર મેળવવા માટે નહીં પણ નિરાશા, તનાવમાં હોય ત્યારે એમાંથી છટકીને તાત્પૂરતી રાહત મેળવવા પડે છે. આમાં મુખ્ય સમસ્યા પૉર્ન નહીં, પણ પોતાની લાગણીઓથી ભાગવા માટેની જે ખોટી રીત લોકો અપનાવે છે એ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈને એકલતા સતાવી રહી હોય. તેમની સાથે કોઈ વાત કરવાવાળું કે સમજવાવાળું ન હોય; પ્રેમમાં, મિત્રતામાં કે જીવનમાં વારંવાર રિજેક્શન મળ્યું હોય; કામ, પૈસા, પરિવારની અપેક્ષાઓને લઈને સતત સ્ટ્રેસ અને પ્રેશર રહેતાં હોય; ભૂતકાળનો એવો કોઈ ટ્રૉમા હોય અને એમાંથી તમે હજી હીલ ન થયા હો; ઘણું કહેવું હોય; રડવું હોય; મદદ માગવી હોય પણ વ્યક્ત કરતાં આવડતું ન હોય... આવી સ્થિતિમાં લોકો પોતાની ભાવનાઓને સમજવા, સ્વીકારવા અને સુરક્ષિત રીતે વ્યક્ત કરવાને બદલે એનાથી ભાગવાનો પ્રયત્ન કરે છે; પૉર્ન જોવા જેવા અયોગ્ય રસ્તાઓ અપનાવે છે જે તેમને રાહત અને આનંદની અનુભૂતિ કરાવે. જોકે આ બધું પળવારનું હોય છે, પણ એની જે નકારાત્મક અસર છે એ ઘણી ઊંડી હોય છે. એવામાં આજે આપણે સાઇકોલૉજિસ્ટ અને સેક્સ-થેરપિસ્ટ ચન્દ્રેશ કૌશિક પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ કે પૉર્ન જોવાથી લોકોને ટેમ્પરરી સમય માટે કેમ સારું લાગે, પૉર્ન ઍડિક્શન હોય તો એ કઈ રીતે છોડવું, લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરતાં કઈ રીતે શીખવું.

પૉર્ન કેમ બની જાય ઍડિક્શન?



પૉર્ન દિમાગને ડોપમીન હિટ આપે છે જે તેમને થોડા સમય માટે સારું ફીલ કરાવે છે. વ્યક્તિ જ્યારે સ્ટ્રેસ, સૅડનેસ, લોનલીનેસ, ઍન્ગ્ઝાયટીનો અનુભવ કરતી હોય ત્યારે દિમાગ ઇન્સ્ટન્ટ રિલીફ શોધતું હોય છે. આવી સ્થિતિમાં રાહત મેળવવા માટે તેઓ પૉર્ન જોતા હોય છે. વાત ફક્ત પૉર્ન પર નથી અટકતી, એના ચાન્સિસ પણ વધુ છે કે તેઓ પૉર્ન જોયા બાદ મૅસ્ટરબેશન કરે. આનાથી બ્રેઇન શૉર્ટકટ શીખી લે કે લો ફીલ થઈ રહ્યું છે તો પૉર્ન જુઓ, મૅસ્ટરબેટ કરો અને રિલીફ મેળવો. ધીરે-ધીરે આ એક પૅટર્ન બની જાય છે, જે આગળ ચાલીને એક આદત અને પછી અનહેલ્ધી કોપિંગ મેકૅનિઝમ બની જાય છે. આપણાં ઇમોશન પર કામ કરવું એટલે કે બેસીને પીડાને અનુભવવી, એને સમજવાનો પ્રયત્ન કરવો અને પોતાની જાત સાથે ઈમાનદાર થવું. એમાં સમય લાગે છે, અસહજતાનો અનુભવ થાય છે અને ઘણી વાર જૂના ઘાવો પણ સામે આવી જતા હોય છે. એટલે દિમાગ સ્વાભાવિક રીતે જ એ વસ્તુ પાછળ ભાગે છે જે તરત રાહત આપે.


આ પણ છે ખોટા રસ્તાઓ

ફક્ત પૉર્ન નહીં પણ એવી ઘણી અલગ-અલગ રીતો છે જે અપનાવીને લોકો તેમનાં ઇમોશન્સને અનહેલ્ધી રીતે પ્રોસેસ કરતા હોય છે. જેમ કે સોશ્યલ મીડિયા, ગેમિંગમાં રચ્યાપચ્યા રહેવું. ઘણા લોકો આલ્કોહોલ, ડ્રગ્સના રવાડે ચડી જાય. ઘણા લોકો ઓવરઈટિંગ કરીને કે આખો દિવસ સૂતા રહીને ઇમોશનલ કમ્ફર્ટ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. ઘણાનાં ઇમોશન્સ ગુસ્સો બનીને બહાર નીકળતાં હોય તો ઘણા એકદમ શાંત થઈ જાય છે તો કોઈક ઓવરથિન્કિંગ કરવા લાગે છે.


પૉર્ન કઈ રીતે અસર પહોંચાડે?

જ્યારે પૉર્ન અને એનાથી જોડાયેલી આદતો ઇમોશનલ એસ્કેપના રૂપે વારંવાર અપનાવવામાં આવે તો એની દિમાગ પર ઊંડી અસર પડે છે. સતત મળનારા ડોપમીન હિટથી દિમાગની નૅચરલ સેન્સિટિવિટી ઓછી થઈ જાય છે, જેનાથી નાની-નાની વસ્તુઓમાં આનંદ મળતો બંધ થઈ જાય છે અને વાસ્તવિક જીવન ફીકું લાગવા લાગે છે. દિમાગ વધારે સ્ટિમ્યુલેશન માગવા લાગે છે.

સેલ્ફ-કન્ટ્રોલ નબળો પડી જાય. તલબને રોકવાનું મુશ્કેલ થઈ જાય છે. આદત ચૉઇસ નહીં પણ કમ્પલ્ઝન બની જાય છે. દિમાગની ઇમોશન્સને સમજવાની અને સંભાળવાની ક્ષમતા ઘટતી જાય છે. દરેક મુશ્કેલ ફીલિંગમાં એને એસ્કેપ શોધવાની આદત પડી જાય છે. સ્ટડી, કરીઅર, જૉબ, ગોલ્સમાં મન નથી લાગતું. મોટિવેશન ફક્ત ઇન્સ્ટન્ટ પ્લેઝરવાળી વસ્તુમાંથી જ રહે છે.

સૉલ્યુશન શું?

સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે ઇમોશનલ અવેરનેસ બિલ્ડ કરવી. માઇન્ડફુલનેસની પ્રૅક્ટિસ કરો. બધી લાગણીઓથી ભાગવાની જગ્યાએ થોડો સમય બેસો અને ફીલ કરો. એ લાગણી એકલતા હોઈ શકે, ગુસ્સો હોઈ શકે, અંદરનો ખાલીપો હોઈ શકે. જ્યારે મન ભારે લાગે ત્યારે લખવા બેસો. શું લાગી રહ્યું છે એ શબ્દોમાં ઉતારો. પોતાને પૂછો કે હમણાં શું અનુભવી રહ્યો/રહી છું? શા માટે? આ કરવું સરળ નથી. આમાં તમે ફેલ પણ થશો. કંઈ વાંધો નથી, કારણ કે હીલિંગ સમય લે છે. જ્યારે ધીમે-ધીમે તમને શું ફીલ થઈ રહ્યું છે અને શા માટે થઈ રહ્યું એ સમજ આવવા લાગે છે ત્યારે ખોટી આદતોની જરૂર આપમેળે ઓછી થવા લાગે છે.

તમારી જે લાગણીઓ છે એને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે શીખો. દરેક માણસની લાગણીઓ વ્યક્ત કરવાની રીત અલગ હોય છે. કોઈ મિત્ર સાથે વાત કરતાં પોતાને વધારે એક્સપ્રેસ કરી શકે છે. કોઈને આર્ટમાં રંગો દ્વારા પોતાની લાગણી બહાર લાવવી સરળ લાગે છે. કોઈને મ્યુઝિક સાંભળતા કે વગાડતાં મન ખુલ્લું લાગે છે. તમે તમારી લાગણીઓને બહાર આવવા દો. એને અંદર દબાવીને એકઠી ન કરો. જ્યારે લાગણીઓ રિલીઝ થાય છે ત્યારે મન ધીમે-ધીમે હળવું થવા લાગે છે. એ હળવાશથી જ સાચું હીલિંગ શરૂ થાય છે.

જેમ શરીર સ્વસ્થ હોય તો મન પણ સ્વસ્થ રહે છે. ઘણી વાર એવું થાય કે પૉર્નની આદતના બોજ હેઠળ એ બધી વસ્તુઓ છૂટી જાય છે જે આપણને સારું ફીલ કરાવતી હોય. બહાર જઈને સાઇક્લિંગ કરવું, ક્રિકેટ રમવું, જિમમાં જવું ધીરે-ધીરે બધું રોકાઈ જાય છે. એટલે એ જરૂરી છે કે તમે સેલ્ફ સાથે રીકનેક્ટ થાઓ. પૉર્ન જોવાની આદત લાગી એ પહેલાં તમે જે વસ્તુઓ કરી રહ્યા હતા એ ફરીથી કરવાની શરૂઆત કરો. આનાથી તમારી અંદર જે ખાલીપો છે એ યોગ્ય રીતે ભરાવાનું શરૂ થશે. ધીરે-ધીરે મનને સુકૂન મળવા લાગે છે કે જે અગાઉ એ પૉર્નમાં શોધી રહ્યું હતું. 
જ્યારે કોઈ પણ વસ્તુનું ઍડિક્શન હોય તો એ એક દિવસમાં તો છૂટવાનું નથી. પૉર્ન જોવાની આદત પણ એક દિવસમાં નહીં છૂટે. એ માટે તમારે સમય આપવો પડશે, ધૈર્ય રાખવું પડશે અને સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. જ્યારે તમને અચાનક તીવ્ર ઇચ્છા થાય ત્યારે એના પર તરત રીઍક્ટ કરવાની જગ્યાએ થોડી વાર રોકાતાં શીખો. આ ડિલે પણ તમારા દિમાગને નવી પૅટર્ન શીખવાડે છે. દરેક વખતે તમે તમારી અર્જને થોડા સમય માટે ટાળો છો ત્યારે આદતની પકડ ધીમે-ધીમે કમજોર પડતી જાય છે. 

થેરપિસ્ટ પાસે ક્યારે જવું?

આ પ્રકારના મોટા ભાગના કેસમાં CBT એટલે કે કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી આપવામાં આવે છે. એનો ઉદ્દેશ છે વ્યક્તિને એ નકારાત્મક વિચારોની પૅટર્ન ઓળખવામાં મદદ કરવી જે એને વારંવાર પૉર્ન જોવા માટે મજબૂર કરી રહી છે. થેરપી વ્યક્તિને વધારે ઇમોશનલી અવેર બનાવે છે. એને એ સમજવામાં મદદ કરે છે કે તેમની અંદર શું ચાલી રહ્યું છે અને તેઓ કોઈ આદતનો સહારો કેમ લઈ રહ્યા છે. સાથે-સાથે જ તેમને શીખવાડવામાં આવે છે કે ભાવનાઓને સંભાળવાની હેલ્ધી રીતો કઈ કઈ છે. થેરપિસ્ટ તમને એક સેફ સ્પેસ આપે છે જ્યાં તમે નિસંકોચ રીતે ખૂલી શકો. ઘણી વાર આપણાથી બહુ જ નિકટ હોય તેમની સામે પણ આપણે કેટલીક વાતો કહી શકતા નથી. આપણને ડર હોય કે તે આપણા વિશે શું વિચારશે, મને સમજી શકશે કે નહીં. થેરપી એ જગ્યા છે જ્યાં તમે એ બધું બોલી શકો છો. ઘણી વાર તમે બોલવાનું શરૂ કરો ત્યાંથી જ હીલિંગ થવાનું શરૂ થવા લાગે છે. જોકે એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે ફક્ત થેરપી બધું નહીં બદલી નાખે. થેરપી રસ્તો દેખાડી શકે છે, પણ એના પર ચાલવાનું તો વ્યક્તિએ પોતે જ છે. વાસ્તવિક બદલાવ ત્યારે આવે જ્યારે તમે રોજબરોજના જીવનમાં પોતાની ભાવનાઓને ઓળખો અને મૅનેજ કરવાનું શીખો. જ્યારે ટ્રિગર આવે ત્યારે તમે શું કરો છો એ નક્કી કરે છે કે આદત રોકાશે કે ફરીથી મજબૂત થશે. 

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2025 01:24 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK