કલાપિએ લખેલી ‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’ એક કવિતા હતી.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા જવા માટે અનેકો જુદું-જુદું ખરુંખોટું કરતા હોય છે. પકડાઈ જતાં તેમને વીઝા આપવામાં નથી આવતા. અમુક કિસ્સાઓમાં તેમના પર પાંચ યા દસ વર્ષ યા કાયમની અમેરિકામાં પ્રવેશવા પર પાબંધી લાગી જાય છે. આવા સંજોગોમાં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા હેઠળ માફીની જોગવાઈ છે.
કલાપિએ લખેલી ‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’ એક કવિતા હતી.
ADVERTISEMENT
તમે વેવર(waiver)ની અરજી કરીને અમેરિકામાં પ્રવેશ મેળવી શકો છો.
વેવરની અરજી બે પ્રકારની હોય છે. જો ટૂંક સમય માટે કોઈ ખાસ કારણસર અમેરિકામાં જવા ઇચ્છતા હો, ત્યાં કાયમ રહેવાનો ઇરાદો ન હોય, ફ્ક્ત ફરવા જવા માગતા હો કે ત્યાં રહેતાં તમારાં સગાંવહાલાંઓને મળવા જવા માગતા હો કે ભણવા જવા ઇચ્છતા હો કે પછી તમને અમેરિકાની કંપનીએ નોકરી આપી હોય અને તમે H-1B વીઝા ઉપર જવા માગતા હો કે પછી આંતર કંપની ટ્રાન્સફરી L-1 વીઝા ઉપર ત્યાં કામ કરવા જવા ઇચ્છતા હો તો તમારે નૉન- ઇમિગ્રન્ટ વેવરની અરજી કરવાની રહે છે કારણ કે તમે નૉન-ઇમિગ્રન્ટ વીઝા મેળવવા ચાહો છો, અમેરિકામાં કાયમ રહેવા નથી ઇચ્છતા.
જો તમે અમેરિકામાં કાયમ રહેવા ઇચ્છતા હો ઇમિગ્રન્ટ વીઝા મેળવીને ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા હો, તમારા માટે કોઈએ તમરા લાભ માટે કોઈએ ઇમિગ્રન્ટ વીઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એ પ્રોસેસ થઈને અપ્રૂવ થયું હોય અને તમારે વીઝા લેવા જવાનું હોય પણ તમારી સામે આ બાધ હોય તમારે ઇમિગ્રન્ટ વેવર માગવાનું રહે છે.
વેવરની અરજીમાં તમારે દેખાડી આપવાનું રહે છે કે તમે શું ભૂલ કરેલી છે? શું ખોટું કર્યું છે? એની પાછળનું કારણ દર્શાવો. તમે જાતે કેવા માણસ છો? તમે ક્રિમિનલ નથી, તમે ચોર લૂંટારુ નથી, તમે બહુ સારા છો પણ આ એક બાબતમાં જ તમે ખોટું કર્યું છે. સર્વે જણાવીને માફી માગશો તો યોગ્ય લાગતાં તમને માફી મળી શકશે અને પછી વીઝા પણ મળી શકશે.
જો અમેરિકામાં જતાં કંઈ ખોટું કર્યું હોય અને તમારા ઉપર અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંધી લાગી ગઈ હોય તો માફી માગીને, વેવરની અરજી કરીને અને માફી મેળવીને તમારી પાબંધી દૂર કરીને અમેરિકામાં પ્રવેશી શકો છો.

