Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ફિલાડેલ્ફિયાના કન્ટ્રીસાઇડમાં બુક લવર્સ માટે 7 આકર્ષક સ્થળો

ફિલાડેલ્ફિયાના કન્ટ્રીસાઇડમાં બુક લવર્સ માટે 7 આકર્ષક સ્થળો

Published : 27 January, 2026 03:54 PM | Modified : 27 January, 2026 04:40 PM | IST | Philadelphia
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાહિત્ય પ્રેમીઓ માટે અહીં ઇન્ડિપેન્ડન્ટ બુકસ્ટોર્સ, બુટિક બુક-થીમ્ડ હોટેલ્સ, રીડિંગ પ્રોગ્રામ્સ અને બીજું ઘણું બધું છે જે 2026માં ત્યાંની મુલાકાત લેવાની પ્રેરણા આપે છે. 

બૉલ્ડવિન બુકશોપ જીવંત ઈતિહાસ સમાન છે

બૉલ્ડવિન બુકશોપ જીવંત ઈતિહાસ સમાન છે


શહેરથી થોડે દૂર ફિલાડેલ્ફિયાના મનમોહક કન્ટ્રીસાઇડમાં, વાચકો અને સાહિત્ય પ્રેમીઓ માટે સ્વર્ગ જેવું સ્થળ છે. સાહિત્ય પ્રેમીઓ માટે અહીં ઇન્ડિપેન્ડન્ટ બુકસ્ટોર્સ, બુટિક બુક-થીમ્ડ હોટેલ્સ, રીડિંગ પ્રોગ્રામ્સ અને બીજું ઘણું બધું છે જે 2026માં ત્યાંની મુલાકાત લેવાની પ્રેરણા આપે છે. 

બોલ્ડવિન્સ બુક બાર્ન
ફિલાડેલ્ફિયાના કન્ટ્રીસાઇડના હૃદયમાં આવેલ બોલ્ડવિન્સ બુક બાર્ન અમેરિકાના સૌથી અનોખા બુકસેલર્સ પૈકી એક છે. આ પાંચ માળનો ઐતિહાસિક બાર્ન 1822માં બન્યો હતો, અને 1946માં વિલિયમ અને લિલા બોલ્ડવિને પોતાનું બુકસ્ટોર શરૂ કર્યું હતું. બુક બાર્નમાં પગ મૂકતાં જ એવું લાગે છે કે તમે કોઈ બીજા સમયમાં અને અલગ જગ્યાએ પહોંચી ગયા છો. અહીં કમ્ફર્ટેબલ કોર્નર્સ, પથ્થરની દીવાલો અને વૂડન સ્ટોવ છે. અહીં 3 લાખથી વધુ જૂના અને દુર્લભ પુસ્તકો, મેન્યુસ્ક્રિપ્ટ્સ, નકશા અને અન્ય કિંમતી કલેક્ટેબલ્સનો ખજાનો છે. બોલ્ડવિન્સ તમામ ઉંમરના બુક લવર્સ માટે એક છુપાયેલો ખજાનો છે.




બુકમાર્ક્સ
ડાઉનટાઉનની આકર્ષક શેરીઓમાં એક ખૂણે બુકમાર્ક્સ નામનો બુકસ્ટોર છે. બુકમાર્ક્સ એક ઇન્ડિપેન્ડન્ટ બુકસ્ટોર છે જે તમામ ઉંમરના લોકો માટે વિવિધ ઝોનરમાં નવા પુસ્તકો આપે છે. અહીં ગિફ્ટ્સની પણ સરસ વેરાયટી છે - ટોય્ઝ, કાર્ડ્સ, મગ્સ, જર્નલ્સ અને અલબત્ત બુકમાર્ક્સ.

વેલિંગ્ટન સ્ક્વેર બુકશોપ
લાઇવ ઇગલવ્યૂ ટાઉન સેન્ટરમાં એક અનોખો ઇન્ડિપેન્ડન્ટ બુકસ્ટોર છે. વેલિંગ્ટન સ્ક્વેર બુકશોપ, સેમ હેન્કિને શરૂ કરી હતી, જેમાં તેમણે પોતાના પર્સનલ કલેક્શનનો ઉપયોગ કર્યો હતો. આજે અહીં સુંદર ડિસ્પ્લેમાં હજારો ક્યુરેટેડ પુસ્તકો છે. સ્ટોરમાં સુંદર ગિફ્ટ્સ અને કાર્ડ્સ પણ મળે છે, અને એક નાનું કાફે પણ છે જ્યાં તમે કૉફી સાથે બ્રાઉઝિંગ કરી શકો.


રીડ્સ એન્ડ કંપની
ઐતિહાસિક શહેર ફીનિક્સવિલમાં આકર્ષક રીડ્સ એન્ડ કંપની આવેલી છે. આ બુકશોપ બે મિત્રોએ શરૂ કરી હતી, જે પુસ્તકો અને પોતાના હોમટાઉન પ્રત્યેના પ્રેમને કારણે ભેગા થયા હતા. જેસન હેફર ફીનિક્સવિલમાં વુલ્ફગેંગ બુક્સના ભૂતપૂર્વ માલિક તરીકે બુકસેલિંગનો અનુભવ ધરાવતા હતા, જ્યારે મિત્ર રોબ કાર્ડિગન એક લેખક હતા જેમનો સાહિત્યિક જગત સાથે સંબંધ હતો - પરફેક્ટ સ્ટોર શરૂ કરવા માટે પરફેક્ટ સ્ટોરી! જો તમે ત્યાં જાવ તો રોબનું પુસ્તક, ફીનિક્સવિલ રાઇઝિંગ, જરૂર લેજો.

લુકર બુક્સ
લુકર બુક્સ કોટસવિલમાં આવેલો બુકસ્ટોર છે જે એક વર્ષ સુધી પૉપ-અપ તરીકે ચાલ્યો હતો. માલિક ડાના લુકરના નામ પર રાખેલા આ અનોખા સ્ટોરમાં તમામ ઉંમર માટે પુસ્તકો અને ગિફ્ટ્સ છે. લુકર મહેમાનોને આરામ કરવા, શોધખોળ કરવા અને વાંચનના પ્રેમને શેર કરવા પ્રોત્સાહિત કરે છે.

ધ બુકહાઉસ હોટેલ
ધ બુકહાઉસ હોટેલ ફિલાડેલ્ફિયાના કન્ટ્રીસાઇડમાં બુકવર્મ્સ માટે જોવા જેવું બીજું સ્થળ છે. કેનેટ સ્ક્વેરના હૃદયમાં આવેલી આ ચાર રૂમની બુટિક હોટેલ આરામદાયક વાતાવરણ અને 5000થી વધુ પુસ્તકોથી ભરેલી છે, અને શાનદાર ડાઇનિંગ અને શોપિંગ ઓપ્શન્સની નજીક છે. આ એક સમયે બુકસ્ટોર હતો જેને ગ્રુપ બુકિંગ્સ માટેની પ્રોપર્ટીમાં ફેરવ્યો છે. બુક ક્લબ ગેટવે માટે આ બેસ્ટ સ્પૉટ છે, અહીં ધ સિક્રેટ ગાર્ડન રૂમ પણ સામેલ છે, જે નજીકના લોન્ગવુડ ગાર્ડન્સથી પ્રેરિત છે. જ્યારે તમે આ વિસ્તારમાં હો ત્યારે લોન્ગવુડ ગાર્ડન્સ ચોક્કસ જજો.

ધ બુકહાઉસ એટ ફૉનબ્રુક
ધ બુકહાઉસ એટ ફૉનબ્રુક એક ભવ્ય અને ઐતિહાસિક 19મી સદીના મેનરને બુક-લવર્સના સ્વર્ગમાં ફેરવે છે, જ્યાં દરેક રૂમમાં શાનદાર ક્યુરેટેડ લાઇબ્રેરીઓ, સુંદર આઉટડોર સ્પેસીસ અને બીજું ઘણું બધું છે. આ જગ્યા ડેસ્ટિનેશન બુક ક્લબ્સ, વેડિંગ્સ અને અન્ય સેલિબ્રેશન્સ માટે પરફેક્ટ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2026 04:40 PM IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK