PCB ચૅરમૅન મોહસીન નકવીએ 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે શુક્રવાર સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ (મિડ-ડે)
T20 વર્લ્ડ કપ 2026 ભારતમાં ન રમવા પર બાંગ્લાદેશના નિર્ણય બાદ ટીમણે ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવી છે અને તેના બદલે સ્કૉટલૅન્ડ સામેલ થયું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ન રમવાના બાંગ્લાદેશના નિર્ણયને પાકિસ્તાન તરફથી ભરપૂર ટેકો મળ્યો હતો. જોકે પાકિસ્તાન પણ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળશે હજી સુધી આ મુદ્દે તેમના તરફથી કોઈ નિવેદન આપ્યું નથી. અહેવાલ મુજબ, પાકિસ્તાને હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે ટૂર્નામેન્ટમાં રમશે કે નહીં. તેથી, પાકિસ્તાનની યોજના નિર્ણાયક ક્ષણે ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની છે. PCB ચૅરમૅન મોહસીન નકવીએ 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે શુક્રવાર સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે, પણ જો પાકિસ્તાની ટીમ આ મૅચનો બહિષ્કાર કરશે, તો તેમને ટૂર્નામેન્ટમાંથી હાંકી કાઢવામાં આવશે એવા સમાચાર છે. બાંગ્લાદેશને તેમના સ્થાને તક આપવામાં આવશે.
પાકિસ્તાનના નિર્ણય પર ધ્યાનમાં રાખીને ICC ઍલર્ટ મોડ પર આવી ગયું છે. જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ન રમે, તો બાંગ્લાદેશને તેમના સ્થાને તક આપવામાં આવે એવી શક્યતા છે. એટલે કે, બાંગ્લાદેશ ગ્રુપ A માં પાકિસ્તાનનું સ્થાન લેશે. રિપોર્ટ અનુસાર, `જો પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લે છે, તો બાંગ્લાદેશને તેમના સ્થાને તક આપવામાં આવશે. કારણ કે તેઓ ભારતને બદલે શ્રીલંકામાં બધી મૅચ રમવા માગે છે.` આ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ ભારતને બદલે શ્રીલંકામાં બધી મૅચ રમવા માગતા હતા. ICC માટે નિર્ણાયક ક્ષણે સમયપત્રક બદલવું શક્ય નહોતું. તેથી, બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખીને, સ્કૉટલૅન્ડને તક આપવામાં આવી હતી. બાંગ્લાદેશને બાકાત રાખ્યા પછી, પાકિસ્તાને આ મુદ્દાને રાજકીય બનાવ્યો છે. પાકિસ્તાન પણ હવે કડક વલણ અપનાવી રહ્યું છે. આ માટે, ICC એ પ્લાન B તૈયાર રાખ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ 15 ફેબ્રુઆરીએ રમાનારી છે. પાકિસ્તાને આ મૅચનો બહિષ્કાર કરવાની યોજના બનાવી છે. આવું કરવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર પ્રતિબંધો લાદવાની શક્યતા છે. એકંદરે, પાકિસ્તાનની કાર્યવાહીને ICC નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. પાકિસ્તાનને વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાંથી સસ્પેન્ડ કરી શકાય છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશી મીડિયાને T20 વર્લ્ડ કપમાં પ્રવેશ નકાર્યો, ICC એ કહ્યું “તમારી સરકાર કહી રહી છે કે ભારત અસુરક્ષિત છે”
2026 ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અંગે હવે એક નવો વિવાદ ઉભો થયો છે. 100 થી વધુ બાંગ્લાદેશી પત્રકારોએ આરોપ લગાવ્યો છે કે ભારતમાં મૅચ કવર કરવા માટે તેમની માન્યતા અરજીઓ નકારી કાઢવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ અરજીઓ નકારી કાઢી છે. ICC અધિકારીઓએ જણાવ્યું છે કે બાંગ્લાદેશની સરકારે પોતે જ ભારતને મુસાફરી માટે અસુરક્ષિત જાહેર કર્યું છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશી પત્રકારોની વિઝા અને માન્યતા અરજીઓ નકારી કાઢવામાં આવી છે.


